ગીર ગઢડા પાસે આવેલ દ્રોણેશ્વર ખાતે શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ
અષાઢી બીજ અને મંગળવારે સમગ્ર વિશ્વમાં ઉત્સાહ સાથે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. ત્યારે પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપી દ્રોણેશ્વર ગુરુકુલમાં પણ ધામધુમથી આ ઉત્સવ ઉજવણી કરાયો. સર્વ પ્રથમ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર માં જગન્નાથજીની આરતી તથા પૂજન કરવામાં આવ્યું. જાંબુ, ફણગાવેલા મગ , ખારેકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સંતો એ દેવનું પંચોપચાર પૂજન કરી ભગવાન ને બેન્ડ નાદ સાથે રથમાં બિરાજમાન કરી નગરયાત્રા નો પ્રારંભ કર્યો હતો.
યાત્રા ના અંતમાં ગુરુકુલના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી શાસ્ત્રીજી મહારાજનું પૂજન કરી રથયાત્રા નો મહિમા કહેવાયો હતો. આ યાત્રા માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા આસપાસના વિસ્તારોમાંથી હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. સભા બાદ પ્રસાદ વિતરણ કરાયું હતું.