ગીર જંગલ મધ્યે આવેલું અનોખુ યાત્રાધામ શ્રી પાતળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી ખુલ્લું મુકવામાં આવ્યું હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જામશે તા.૦૫/૦૮/૨૦૨૪ થી તા.૦૨/૦૯/૨૦૨૪ સુધી દર્શન કરી શકાશે….
ગીર જંગલમાં પ્રાકૃતિક સોંદર્ય વચ્ચે બિરાજતા દેવાધીદેવ શ્રી પાતળેશ્વર મહાદેવના દર્શન એ એક લ્હાવો છે. પાતળેશ્વર મહાદેવ ગીરગઢડા થી જામવાળા તરફ જતા બાબરીયામાં આવેલ ફોરેસ્ટ ચેક પોસ્ટથી ૭ કી.મી. દુર ગીર જંગલની ઘટાટોપ વનરાઈ વચ્ચે બિરાજે છે. આ સ્થળ પર આગામી શ્રાવણ માસ પ્રથમ દિવસતા.૦૫/૦૮/ ૨૦૨૪ થી તા.૨/૦૯/૨૦૨૪ સુધી ગીર બાબરીયા ચેક પોસ્ટથી નિઃશુલ્ક પરમીટ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. જેથી પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દરેક ભાવિક ભકતોને દર્શનનો લાભ લેવા શ્રી પાતળેશ્વર મહાદેવના ઉદાસીન મંહતશ્રી ધરમદાસ બાપુનું હાર્દિક નિમંત્રણ છે. આ ધાર્મિક સ્થળે ભાવિકો માટે ચા-પાણી તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ગીર બાબરીયા મહંતશ્રી ધરમદાસ ગુરૂશ્રી નિર્વાણદાસ બાપુ ઉદાસીન આશ્રમ દ્વારા જણાવવામાં આવેલ છે. આ ધાર્મિક જગ્યા એ દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આખા વર્ષ દરમિયાન એક પવિત્ર શ્રાવણ માસ આખો તેમજ મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર માટે જ વનવિભાગ દ્વારા ખુલ્લુ મૂકવામાં આવે છે. શ્રાવણ માસ તેમજ શિવરાત્રી દરમ્યાન ભક્તો પાતળેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.