Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ગુજરાતના ડેમોમાં પાણીના તળ નીચે જવા લાગ્યાં :207 ડેમમાં 40.92 ટકા પાણી

  • સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માંડ 21.33 ટકા પાણી બચ્યું
  • ઉત્તર અને મધ્ય ગુજરાતના ડેમોમાં પાણીનો 34 ટકા જેટલો સંગ્રહ
  • ગુજરાતના 207 ડેમોમાં અત્યારે 40.92 ટકા પાણીનો જથ્થો બચ્યો છે

ગુજરાતના 207 ડેમોમાં અત્યારે 40.92 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં માંડ 21.33 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે જ્યારે કચ્છના 20 ડેમોમાં 29.05 ટકા પાણી સંગ્રહાયેલો છે. કેટલાક ડેમો સુકાભઠ્ઠ થવા લાગ્યા છે. બીજી તરફ રાજ્યના નવ જિલ્લાના 80થી વધુ ગામોમાં અત્યારે પીવાના પાણીને લઈ કકળાટ શરૂ થયા છે. ગત વર્ષ કરતાં અત્યારે ગુજરાતના ડેમોમાં પાણી ઓછું છે.

નર્મદા વિભાગના ડેટા પ્રમાણે સરદાર સરોવર ડેમમાં અત્યારે 47.58 ટકા પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 અને મધ્ય ગુજરાતના 17 ડેમમાં 34-34 ટકા જેટલું પાણી બચ્યું છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 42.23 ટકા પાણી છે. ડેમોમાં પાણીના જીવંત સંગ્રહની સ્થિતિ જોઈએ તો રાજકોટમાં 21 ટકા જ જથ્થો બચ્યો છે, ગુજરાતમાં હાલમાં સૌથી વધુ ટેન્કરોની દોડાદોડ રાજકોટમાં છે. ભાવનગર જિલ્લામાં પાણીનો જીવંત સંગ્રહ 18.77 ટકા, જામનગરમાં 9.85 ટકા છે. બાટોદમાં 9.09 ટકા, મોરબીમાં 26.05 ટકા, સુરેન્દ્રનગરમાં 22.99 ટકા, અમરેલીમાં 14.23 ટકા જેટલો જ જીવંત સંગ્રહ બચ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 14.97 ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ બચ્યો છે, રાજકોટ પછી સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં પાણીનો કકળાટ છે, જ્યાં ટેન્કરોની દોડાદોડ વધુ છે. મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં 16.44 ટકા, દાહોદમાં 8.72 ટકા, મહિસાગરમાં 35.15 ટકા અને પંચમહાલમાં 28.94 ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ બચ્યો છે.

રાજ્યના 201 ડેમમાં અત્યારે 70 ટકાથી ઓછું પાણી છે, 80થી 90 ટકા વચ્ચે પાણી હોય તેવા માંડ બે ડેમ છે. એ જ રીતે 70થી 80 ટકા વચ્ચે પાણી સંગ્રહાયેલો હોય તેવા ડેમની સંખ્યા પણ બે જ છે. ડેમોમાં જે રીતે પાણીનો જથ્થો ઘટવા માંડયો છે તે જોતાં આગામી દિવસોમાં પાણીનો કકળાટ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, રાજ્યના 72 ડેમોમાં પાણી આરક્ષિત કરાયું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles