- સુરતના બંને બીચ 12 જૂન સુધી બંધ રહેશે
- વલસાડ, પોરબંદર અને ગીર સોમનાથ માટે NDRFની ટીમ રવાના
- સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનાર પર જોવા મળ્યો કરન્ટ
હાલમાં બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી 600 થી 700 કિમી દૂર છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. જેના કારણે સુરતના ડુમસ અને સુવાલી બિચ પર નો એન્ટ્રીના બોર્ડ લાગી ગયા છે. તેમજ સુરત પોલીસ કમિશનરનો બીચ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેમાં 12 જૂન સુધી બીચ પર લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.
આ તરફ જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. તેમજ ગાંધીનગરમાં તંત્રની બેઠક બાદ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. જેના સાથે સુરત જિલ્લાના 27 જેટલાં ગામોમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાનો ખતરોને જોતાં પ્રશાસન વાવાઝોડાના ખતરાને લઈ સતર્ક બન્યું છે. જેમાંદરિયા કિનારા વિસ્તારમાં ભયસૂચક બેનરો લગાવ્યા છે. તેમજ સહેલાણીઓને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે. જો કે દરિયામાં સક્રિય કરન્ટ જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે.
જ્યારે બીજી તરફ NDRF દ્વારા પણ વલસાડ, પોરબંદર અને ગીર સોમનાથમાં ટીમ રવાના કરવામાં આવી છે. વાવાઝોડાને લઈ NDRF ની 3 ટીમ રવાના થશે. જ્યારે પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડમાં મોકલવામાં આવશે. વડોદરાથી NDRF ની 2 રિઝર્વ ટીમ રવાના કરવામાં આવશે જેઓ સાંજ સુધીમાં તમામ ટીમો સ્થળ પર તૈનાત રહેશે.
બિપોરજોય વાવાઝોડું સતત પોતાનો માર્ગ બદલી રહ્યું છે તેની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટની સાથે સાથે કચ્છના દરિયાકિનારામ પર પણ જોવા મળી શકે છે. જેના પગલે માંડવી અને જખૌ બંદરે સહેલાણીઓને માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે કંડલા બંદરે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.