- 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા
- સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ યલો એલર્ટ
- કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા
સાયક્લોન બિપોરજોયનો ગુજરાત પર ખતરો વધતો જાય છે. જેમાં એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ છે. તથા 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ યલો એલર્ટ છે. ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો છે.
કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા
કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તથા રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદમાં ઝાડની નીચે આશરો ન લેવા તંત્રનું સૂચન છે. વાવાઝોડાની દિશા ઉત્તર – ઉત્તર પૂર્વ તરફ છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 400 કિમી દૂર છે.
સાયકલોન બિપોરજોય નાલિયાથી 500 કિમી દૂર
સાયકલોન બિપોરજોય નાલિયાથી 500 કિમી દૂર છે. સાથે જ દરિયામાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની રહેશે. દરિયા કિનારે ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. અને કચ્છમાં NDRFની 2, જામનગર, દ્વારકામાં 1 ટીમ તૈનાત છે. મોરબી, રાજકોટ, દીવમાં NDRFની 1 – 1 ટીમ તૈનાત છે. તથા વડોદરામાં વધારાની 3 ટીમ રિઝર્વ રહેશે.
દરિયકાંઠાથી વધુ નજીક બિપોરજોય વાવાઝોડુ પહોચ્યુ
ગુજરાતના દરિયકાંઠાથી વધુ નજીક બિપોરજોય વાવાઝોડુ પહોચ્યુ છે. જેમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ આગળ વધ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે. દરિયામાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાત્રે દરિયામાં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.