- ચોમાસું આગળ વધી રહ્યું છે: હવામાન વિભાગ
- ચોમાસુ લક્ષદ્વીપ પહોંચ્યું છે, ચોમાસાની પરિસ્થિતિ અનુકૂળ
- ચોમાસું મુંબઈ પહોંચશે ત્યાર બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે
ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ છે. તેમજ ભારે પવન સાથે વરસાદ પડશે. તથા ચોમાસાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં 4 જૂન સુધી ચોમાસું કેરળ પહોંચી શકે છે. તેમજ ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
રાજ્યમાં 7થી 11 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના
ચોમાસુ લક્ષદ્વીપ પહોંચ્યું છે, ચોમાસાની પરિસ્થિતિ અનુકૂળ છે. તથા ચોમાસું મુંબઈ પહોંચશે ત્યાર બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ અમદાવાદમાં આજે સાંજે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ છે. તેમજ અરબી સમુદ્રમાં સકર્યુલેશન બનવાની સંભાવના છે. તેથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. તથા રાજ્યમાં 7થી 11 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.
આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહેશે
આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહેશે. અમદાવાદમાં આજે સાંજે વરસાદની સંભાવના છે. તથા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. તથા 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. તેથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જેમાં જૂન મહિનાની 7 થી 11 તારીખ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.