- રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
- કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ
- 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના
ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં આગાહી કરવામાં આવી છે. તેમજ સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વરસાદની આગાહી છે.
40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના
40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. તેમજ રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. તથા કચ્છમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તેમજ અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. સાથે જ દાહોદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી છે. તથા પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, કચ્છમાં પણ મેઘમહેર થશે.
છેલ્લા 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ નોધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં પોણા બે ઈંચ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ધોરાજી અને શિહોરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ગારિયાધાર, ગોંડલ અને વલ્લભીપુરમાં 1 ઈંચ અને અન્ય તાલુકાઓમાં અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ આગામી 24 કલાક વરસાદની આગાહી છે. દરિયાકિનારાના વિસ્તારોમાં દરિયામાં કરન્ટ જોવા મળી શકે છે. તેથી દરિયા કિનારે લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે.