- નોકરીમાંથી છૂટા થનાર કર્મીઓએ કુલનાયકને રોજગારી ન છીનવવા રજૂઆત કરી
- ગુજરાતમાં રહેવા માટે છત નથી તેવા 25 વર્ષ જૂના કર્મીએ ક્વાર્ટર બહાર તંબુ તાણ્યું
- મકાનો ખાલી કરાવતાં ક્વાર્ટર બહાર કર્મચારીઓનો પરિવાર તંબુ તાણવા મજબુર થયો
અમદાવાદ શહેરના આશ્રામ રોડ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષો જૂના કર્મચારીઓની રોજગારી અને આવાસ છીનવાતાં શિક્ષણ આલમમાં છન્નાટો છવાઈ ગયો છે. આગામી 30મી જૂનના રોજ ફરજમાંથી મુક્ત અને મકાન ખાલી કરવાની નોટિસો મળતાં 120થી વધુ કર્મચારીઓ મૂશ્કેલીની સ્થિતિમાં આવી ગયાં છે. છુટા થવાની નોટીસની મૂદત આંડે હવે માંડ 20 દિવસ જેટલો સમય બાકી રહેતા આજે વિદ્યાપીઠના કુલનિયાકને આવેદનપત્ર પાઠવી પોતાની રોજગારી ન છીનવવા રજૂઆત કરી હતી. કર્મચારીઓના જણાવ્યા મુજબ કુલનાયકે એવો પ્રત્યુત્તર આપ્યો હતો કે, ઉપરથી અમને સુચના છે, તમને છુટા ન કરવામાં આવે તેવો પ્રયત્ન કરીશું.
મહત્ત્વનું છે કે, ગૂજરાત વિદ્યાપીઠમાં ફરજ બજાવતા એક કર્મચારીને તો અંદાજે 25 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ કર્મચારીના પરિવારમાં 6 જેટલા સભ્યો છે, જેમને રહેવા માટે ગુજરાતમાં ક્યાંય મકાન નથી. તેમ છતાં વિદ્યાપીઠના નવા સત્તાધીશોની માનવતા મરી પરવારી હોય તેમે મકાનો ખાલી કરાવતાં ક્વાર્ટર બહાર કર્મચારીઓનો પરિવાર તંબુ તાણવા મજબુર થયો છે.