Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ગોતા બ્રિજની નીચે બસની રાહ જોતા યુવકને કારચાલકે અડફેટે લેતા મોત

  • સિંધુભવન રોડ પર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી, ચાલકનું મૃત્યુ
  • યુવકને ટક્કર માર્યા બાદ અન્ય કારને ટક્કર મારી લાઇટના થાંભલા સાથે અથડાઈ
  • અકસ્માતના બનાવોમાં ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથધરી છે

ગોતા બ્રિજ નિચે બસની રાહ જોઈને ઉભા રહેલા યુવકને કાર ચાલકે ટક્કર મારી હોવાથી યુવકનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. એટલું જ નહીં કારચાલકે બીજી પાર્ક કારને ટક્કર મારી ઈલેક્ટ્રીક લાઈટના થાભલા સાથે અથડાઈ હતી. બાદમાં કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજી ઘટનામાં સિન્ધુભવન પાસે રિક્ષા પલટી થતા રિક્ષા ચાલકનું મોત નિપજ્યુ હતુ. બન્ને અકસ્માતના બનાવોમાં ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથધરી છે.

ગોતા ખાતે રહેતા 33 વર્ષીય નિમેષકુમાર પટેલ ઈન્ટાસ કંપનીમા નોકરી કરે છે. શનિવારે વહેલી સવારે કંપનીમાં જવા માટે ગોતા બ્રિજ નિચે ઉભા રહીને બસની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે વૈષ્ણવદેવી તરફ્થી પૂરપાટ ઝડપે આવેલી કારે નિમેષકુમારને ટક્કર મારી હતી. એટલુ જ નહીં બાજુમાં પડેલી બીજી કારને પણ ટક્કર મારીને ઈલેક્ટ્રીક લાઈટના થાભલામાં કાર અથડાઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી ફ્રાર થઈ ગયો હતો. બીજી બાજુ અકસ્માતના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત નિમેષભાઈને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જો કે સારવાર દરમિયાન નિમેષકુમારનું મોત થયુ હતુ.

જ્યારે બીજી ઘટનામાં બોડકદેવમાં રહેતા અંકીત પાંડોર તેના નાના ભાઈ ઋષિકેશ અને તેના પરીવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. બન્નેભાઈઓ તાજ હોટલની ગલીમાં આવેલ એક સ્ટુડીયોમાં નોકરી કરે છે. શુક્રવારે સાંજના સમયે અંકીત અને ઋષિકેશ નોકરી પર હજાર હતા, તે સમયે ઋષિકેશને કોઈ કામ અર્થે સિન્ધુભવન ખાતે જવાનું થયુ હોવાથી રિક્ષા લઈને ગયા હતા.

સિન્ધુભવન ટી-પોસ્ટ કેફે પાસે ઋષિકેશે પૂરપાટ ઝડપે રિક્ષા ચલાવી હોવાથી સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધુ હતુ . જેથી રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી ઋષિકેશને ગંભીર ઈજાઓ થતા બેહોશ હાલતમાં સારવાર માટો હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે ઋષિકેશને મૃત જાહેર કર્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles