- કસરતના બહાને પરિણીતા સાથે શારીરિક અડપલા કરતો હતો
- વજન કેટલુ ઉતર્યુ તે જાણવા ટોપલેસ ફોટો મોકલાનું કહીને ટ્રેનર હેરાન કરતો
- જિમમાં આવવાથી તારૂ વજન કેટલુ ઉતર્યુ છે
ચાંદખેડામાં સ્છહ્લ ફિટનેસ જિમમાં ટ્રેનરે એકલતાનો લાભ લઇને એક પરિણીતાને પ્રેમસંબંધ રાખવા દબાણ કરીને હેરાન કરતો હતો. આટલુ જ નહીં, પરિણીતાને કસરત કરાવવાના બહાને ટ્રેનર શારિરીક અડપલા કરતો હતો. આ ઉપરાંત, ટ્રેનરે પરિણીતાને કહ્યુ કે, જિમમાં આવવાથી તારૂ વજન કેટલુ ઉતર્યુ છે તે માટે તારે મને ટોપલેસ ફોટો મોકલવો પડશે. જેથી પરિણીતાએ આવી હરકતો ન કરવાનું કહેતા જિમ ટ્રેનરે ધમકી આપી કે, જો તારા પતિને કંઇપણ વાત કરીશ તો તને જાનથી મારી નાંખીશ. અંતે પરિણીતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જિમ ટ્રેનર સામે છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથધરી છે.
ચાંદખેડા વિસ્તારમાં રહેતી પરિણીતા કસરત કરવા માટે સ્છહ્લ ફિટનેસ જિમમાં જતી હતી. આ પરિણીતાને જિમમાં નિલેશ ચૌહાણ નામનો ટ્રેનર કસરત કરાવતો હતો. જિમ જે કોમ્પ્લેક્ષમાં હતું તે કોમ્પ્લેક્ષની લિફટમાં પરિણીતા પાંચમા માળે આવેલા જિમમાં જતી હતી ત્યારે ટ્રેનર નિલેશ લિફટમાં એકલતાનો લાભ લઇને પરિણીતા સાથે શારિરીક અડપલા કરતો હતો. જેથી પરિણીતાએ ટ્રેનરનો પ્રતિકાર કરતા નિલેશે ધમકી આપી કે, જો તારા પતિને કંઇપણ કહીશ તો તને જાનથી મારી નાંખીશ. આટલુ જ નહીં, ટ્રેનરે પરિણીતાને બોલાવીને કહ્યુ કે, જિમમાં આવવાથી તારૂ વજન કેટલુ ઉતર્યુ છે એ જોવા માટે તારે છ મહિના પહેલાનો અને હાલનો એક ફોટો એમ બે ફોટા અને તમારે કપડા કાઢેલો ફોટો આપવો પડશે. જેથી પરિણીતા ઘરે જવા માટે લિફટમાં જતી હતી ત્યારે લિફટમાં આવીને હેરાન કરતો હતો. અંતે કંટાળીને તેના પતિને ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જેથી ચાંદખેડા પોલીસે જિમ ટ્રેનર નિલેશ ચૌહાણની ધરપકડ કરી હતી.