Monday, December 23, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ – અવસર લોકશાહીનો મારા ભારતનો લોકસભા ચૂંટણી-૨૦૨૪ – ૧૪-અમરેલી લોકસભાની ચૂંટણીઃજિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

અમરેલી, તા.૧૬ માર્ચ, ૨૦૨૪ (શનિવાર): ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ – અવસર લોકશાહીનો મારા ભારતનો લોકસભા ચૂંટણી-૨૦૨૪ – ૧૪-અમરેલી લોકસભાની ચૂંટણીઃજિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ
અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી જાહેરઃ આદર્શ આચારસંહિતા અમલી
તા.૭મી મેના રોજ ૧૪-અમરેલી લોકસભા
માટે ૧,૮૪૧ મતદાન મથકો પર ચૂંટણી મતદાન થશે
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ
પત્રકાર પરિષદ સંબોધીઃ જિલ્લા ચૂંટણીતંત્રની વ્યવસ્થાઓ અને
મતદારો તેમજ મતદાન મથકો અંગે વિગતો આપી
મહિલા સંચાલિત ૪૯ મતદાન મથકો, PWD સંચાલિત
૦૭ મતદાન મથકો, ૦૭ આદર્શ મતદાન મથક અને એક યુવા મતદાન
મથકની રચના કરવામાં આવશે

અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી થઇ છે. ચૂંટણી પંચ લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં, અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતા અમલીકરણ, ચૂંટણી કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર માહિતી આપવાના હેતુથી એક પ્રેસ વાર્તાલાપનું આયોજન અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.અમરેલી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીના સુચારુ આયોજનની વ્યવસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
અમરેલી જિલ્લામાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન થશે. મતદાનનું જાહેરનામું આગામી તા.૧૨ એપ્રિલના રોજ પ્રસિદ્ધ થશે. મતદાન માટે ફોર્મ ભરવાની અંતિમ તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ રહેશે. મતદાન માટે ઉમેદવારી પત્રકોની ખરાઈ કરવાની અંતિમ તા.૨૦ એપ્રિલ, ૨૦૨૪ રહેશે. લોકસભાની ચૂંટણીના મતદાન માટે અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ જાહેર કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ જણાવ્યુ કે, અમરેલી લોકસભા મતવિસ્તારમાં (૯૪-ધારી, ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા, ૯૮-રાજુલા, ૯૯-મહુવા અને ૧૦૧-ગારિયાધાર) ૧,૮૪૧ મતદાન મથકોમાં તા.૧૫ માર્ચ, ૨૦૨૪ની સ્થિતિએ ૧૭,૩૧,૦૪૦ મતદારોની નોંધણી થઈ છે. આ પૈકી ૮,૯૪,૯૩૧ પુરુષ મતદારો છે જ્યારે ૮,૩૬,૧૮૩ મહિલા મતદારો અને ૨૬ અન્ય મતદારો સહિત ૧૭,૩૧,૦૪૦ મતદારો છે.

     અમરેલી લોકસભા મતવિસ્તારમાં ૧,૧૨૧ સ્થળો પર ૧,૪૭૨ ગ્રામ્ય અને ૩૬૯ શહેરી મતવિસ્તારના મતદાન મથકો સહિત ૧,૮૪૧ મતદાન મથકોનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યુ કે, અમરેલી લોકસભા મતવિસ્તારમાં આજરોજ તા.૧૬ માર્ચ, ૨૦૨૪થી આદર્શ આચાર સંહિતા અમલી થઈ છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ માટેનો કંટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યો છે. જિલ્લાના નાગરિકો આ કંટ્રોલરુમમાં ચૂંટણીલક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે.  ચૂંટણીલક્ષી ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ ૧૯૫૦ કાર્યરત છે. ખર્ચ નિયંત્રણ સંબંધિત વિગતો-ફરિયાદ માટે કંટ્રોલ રૂમ પર ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ નંબર પર (૨૪X૭) પર ફોન કરી ફરિયાદ રજૂ કરી શકાય છે.

ઉપાડવામાં આવે તેની સાથે એક QR કોડ વાળી રિસીપ્ટ આપવામાં આવશે. આ રિસીપ્ટમાં વાહન નંબર, રકમ, બેંકનું નામ લખેલું હશે. રોકડ રકમ સાથે લઈ જતી વખતે ચેકપોસ્ટ પર આ રિસીપ્ટની ચકાસણી કરવામાં આવશે. આ વ્યવહારો અધિકૃત છે કે કેમ તેની માહિતી આ રિસીપ્ટના આધારે ચેક કરવામાં આવશે. ૩૦ વીડિયો સર્વેલન્સ ટીમ, ૦૮ વીડિયો વ્યૂઇંગ ટીમ, ૨૧ ફ્લાઇંગ સર્વેલન્સ ટીમ, ૨૮ સ્ટેટીસ્ટીક્સ સર્વેલન્સ ટીમ, ૦૭ એકાઉન્ટીંગ ટીમ, ૦૭ મદદનીશ ખર્ચ નિરીક્ષક કાર્ય કરશે.

જિલ્લા ચૂંટણી તંત્રની તૈયારી : અમરેલી લોકસભા વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણીના સુચારું આયોજન અને અમલીકરણ હેતુથી ૭,૩૫૯ પુરૂષ અને ૪,૧૪૨ મહિલાઓ સહિત ૧૧,૦૫૧ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે. આ પૈકી અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ મતદાન મથકો માટે પુરૂષ ૩,૨૯૦, અને ૨,૭૫૫ મહિલાઓ મળીને ૬,૪૦૫ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે.

વિશેષ મતદાન મથકો : અમરેલી જિલ્લામાં દરેક વિધાનસભા ખાતે એક મતદાન મથક મળીને PWD સંચાલિત ૦૭ મતદાન મથકોની રચના કરવામાં આવી છે. આ મતદાન મથકો પર સુરક્ષા સ્ટાફ સિવાયના તમામ સ્ટાફ દિવ્યાંગ હશે. પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ ખાતે સાત એમ ૪૯ મતદાન મથકો મહિલા સંચાલિત હશે, જેમાં પોલીંગ સ્ટાફ તરીકે મહિલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની નિમણુક કરવામાં આવશે. મતદારોમાં મતદાન પ્રત્યેનો ઉત્સાહ વધે તેવા હેતુથી દરેક વિધાનસભા ખાતે એક અને ૦૭ આદર્શ (મોડેલ) મતદાન મથકો તૈયાર કરવામાં આવશે. મતવિસ્તારમાં એક યુવા કર્મચારી સંચાલિત મતદાન મથક પણ તૈયાર કરવામાં આવશે.

 આ પ્રેસ વાર્તાલાપમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલિપસિંહ ગોહિલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.પી. સકસેના અને પત્રકારશ્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles