ધર્મેશ જેઠવા દ્વારા: જામવાળા વિસ્તાર માંથી ગેરકાયદેસર લાયન શો કરનાર ઈસમોને વન વિભાગે ઝડપી પાડી રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યા
મરઘીનું પ્રલોભન આપીને ગેરકાયદેસર લાયન શો કરનાર બે આરોપીને પકડી પાડતાં બાબરીયા રેન્જમાં આર.એફ. ઓ.
ગીર ગઢડા જુડીશ્યલ કોર્ટમાં હાજર કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જૂનાગઢ જેલ હવાલે કર્યા
ગીર જંગલ વિસ્તાર આસપાસના ગામડાઓમાં તેમજ ખેતરમાં સિંહો શિકારની શોધમાં કાયમી જોવા મળતાં હોય છે.પણ અમુક લોકો દ્વારા બહારથી આવતાં પર્યટકો આ સિંહો જોવા માટે પૈસા ખર્ચ કરવા તૈયાર હોય છે અને સિંહ નો ગેરકાયદેસર લાયન શો કરનાર લોકો સિંહોને અવનવી રીતે લલચાવીને પર્યટકોને સિંહ બતાવતા હોય છે. આવા બનાવોને રોકવા માટે વન તંત્ર સજાગ રહીને કામ કરતું હોય છે અને બાતમી મળતાં આવી પ્રવૃત્તિ કરનારને પકડી પાડતી હોય છે. આવો જ બનાવ ગીર પશ્ચિમ વિભાગ, જુનાગઢ નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બાબરીયા તેમજ રેન્જ સ્ટાફ તેમજ જામવાળા રેન્જના સ્ટાફ દ્વારા કોમ્બીંગ કરવામાં આવેલ. જે દરમ્યાન મરઘીનું
પ્રલોભન આપી ગેરકાયદેસર “લાઈન શો’ના ધ્રુબક વિસ્તારના રીઢા અને બાબરીયા રેન્જના ગુન્હા નં.૦૧/૨૦૨૨–૨૩ ના ફરાર આરોપીઓ (૧) સાજીદ અલ્તાફ હોથ, (૨) ઈલ્યાસ અદ્રેમાન હોથ નામવાળા ફરાર આરોપીઓને રાત્રી દરમ્યાન સઘન કોમ્બીંગ ઓપરેશનમાં સ્ટાફ દ્વારા પાંચ દિવસ પૂર્વે વહેલી સવારના આરોપીને દબોચી લેવામાં આવેલ હતા. જેમા આરોપીઓએ ગુન્હામાં વાપરેલ ૨–મોટર સાઈકલ, ૧–મોબાઈલ ફોન, ૨–કુહાડા તપાસ દરમ્યાન
કબ્જે લીધેલ છે. બાદ આ ગુન્હા કામે આરોપીઓને નામદાર ફ.ક.જયુ.મેજી. ગીરગઢડા કોર્ટમાં રજુ કરતા વધુ તપાસ માટે ૪–દિવસના રીમાંડ મંજૂર કર્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતાં જૂનાગઢ જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યા હતા