- રેલવે પોલીસે નોંધેલા ગુનામાં જામીનની રકમ ભરવામાંથી સેશન્સ કોર્ટની મુક્તિ
- આર્થિક સ્થિતિ કથળેલી હોવાથી રૂ. 15,000 ભરી શકે તેમ ન હોવાથી નિર્ણય
- અરજદારની રજૂઆત હતી કે તેની નાણાકીય હાલત અત્યંત દયનીય
અમદાવાદ રેલવે પોલીસ દ્વારા વર્ષ 2020માં આઈપીસીની કલમ 379(એ)(3) હેઠળ ( સામાન ઝુંટવીને કે ચોરી કરીને ભાગવુ ) નોંધવામાં આવેલા ગુનામાં સિટી-સિવિલ સેશન્સ કોર્ટે અરજદારને રૂ. 15,000ના બોંડ અને તેટલી જ રકમના જાત મુચરકા પર 31 માર્ચ-2022ના રોજ જામીન પર છોડવા હુકમ કરેલો. જો કે, અરજદાર આ રકમ ભરી શકવા માટે સક્ષમ ન હોવાથી તેને ફરી વાર સિટી-સિવિલ સેશન્સ કોર્ટમાં આ બોંડ અને જાતમુચરકાની રકમ માફ્ કરવા અને તેને જેલ મારફ્તે જામીન આપવા માટે અરજી કરેલી. જેને સેશન્સ કોર્ટે માન્ય રાખી છે.
સુનાવણી દરમિયાન, અરજદારની રજૂઆત હતી કે તેની નાણાકીય હાલત અત્યંત દયનીય છે. કોર્ટ દ્વારા જે રકમ નક્કી કરાઈ છે, તે ભરવા માટે તે સક્ષમ નથી અને તે જાતજામીન રજૂ કરી શક્યો નથી. જેથી, તે હજુ સુધી જેલમાં છે. જેથી, આ રકમ ભરવામાંથી રાહત આપો અને તેને જામીન પર છોડો.