- વંદેભારત ટ્રેનને 160ની સ્પીડે સુરક્ષા સાથે દોડાવવા માટે રેલવેની કવાયત
- એપ્રિલ 2024માં વંદે ભારત ટ્રેન 160ની સ્પીડે દોડશે
- ઓવરહેડ ઇકવીપમેન્ટની કામગીરી અને વળાંક સીધા કરવાની કામગીરી હાલ ચાલી રહી
વંદેભારત ટ્રેન 160ની સ્પીડે સુરક્ષા સાથે દોડાવવા માટે રેલવે હાથ ધરેલી કવાયતમાં ક્રોસ મેટલ બેરિયર લગાવવાનું અને કવચ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ડીઆરએમ જીતેન્દ્રકુમારે જણાવ્યું હતું.
દેશમાં હાલ 19 વંદે ભારત ટ્રેન દોડાવવામા આવી રહી છે. જયારે દેશમાં 75 વંદે ભારત ટ્રેન દોડાવવાનો રેલવે વિભાગનો લક્ષ્યાંક છે. વંદે ભારત ટ્રેન જે અમદાવાદ થી મુંબઇ વચ્ચે 130 કિમીની ઝડપે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનને 160 કિમીની ઝડપે દોડાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રેન સાથે પશુઓ અથડાવવાના બનાવોને નિવારવા માટે ક્રોસ મેટલ બેરિયર લગાડવાનું કામગીરી શરૂ કરવામા આવી છે. 623 કિમીના રૂટમાંથી 380 કિમી રૂટ ઉપરની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. જૂન 2023 સુધીને ટ્રેનના સમગ્ર રૂટ ઉપરની ક્રોસ મેટલ બેરિયર લગાડવાની કામગીરી પુર્ણ કરવામાં આવશે. જયારે બે ટ્રેન સામ-સામી આવતા થતા અકસ્માત નિવારવા માટે કવચની કામગીરી પણ હાથ ધરવામા આવી છે. હાલમાં 130 કિમીની ઝડપે દોડી રહેલી વંદે ભારત ટ્રેન અમદાવાદ થી મુંબઇ વચ્ચેનું અંતર 5 કલાક 25 મિનિટમાં પુરુ કરે છે. જયારે એપ્રિલ 2024થી 160 કિમીની ઝડપે ટ્રેન દોડાવવાશે ત્યારે મુસાફરો 4 કલાક 40 મિનિટમાં મુંબઇ પહોંચશે. આમ પહેલા અમદાવાદ થી મુંબઇ પહોંચવામાં મુસાફરોની 45 મિનિટનો બચાવ થશે, સ્પીડ સાથે સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. 160ની કિમીની ઝડપે દોડાવવા માટે વધુમાં ઓવરહેડ ઇકવીપમેન્ટની કામગીરી અને વળાંક સીધા કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.