Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ટેલિકોમ કંપનીઓના બાકી 2.21 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવા કડક પગલાં લેવાશે

  • હવે હોટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, કન્સ્ટ્રક્શન ક્ષેત્રનો વારો
  • RO પરમિટ નહીં આપવાની સૂચના, સીલિંગ, હરાજી સુધીના પગલાંની તૈયારી
  • મિલકતવેરાના બાકી લેણાં વસૂલવા કડક પગલાં લેવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ટેલિકોમ કંપનીઓ પાસેથી અંદાજે રૂ. 2 કરોડ, 21 લાખથી વધુ રકમના મિલકતવેરાના બાકી લેણાં વસૂલવા કડક પગલાં લેવામાં આવશે. ભારતી એરટેલ, વોડાફોન આઈડીયા, ટાટા ટેલી સર્વિસ, ગુજરાત ટેલી લિંક, રિલાયન્સ કોમ્યુનિકેશન જેવી ટેલિકોમ કંપની દ્વારા પ્રોપર્ટી ટેક્સની રકમ ભરપાઈ કરવામાં ન આવે ત્યાં સુધી આ ટેલિકોમ કંપનીઓને શહેરમાં કેબલ નાંખવા માટે RO પરમીટ નહીં આપવા AMC એન્જિનીયરિંગ અને એસ્ટેટ ડીપાર્ટમેન્ટને જાણ કરાશે તેમજ આ ટેલિકોમ કંપનીઓ ટેક્સ નહીં ભરે તો સીલિંગ અને હરાજીની કાર્યવાહી કરાશે. ટેલિકોમ સેક્ટર પછી હોટલ- હોસ્પિટાલિટી સર્વિસીસ, I.T.. સેક્ટર ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટર, કન્સ્ટ્રક્શન સેક્ટર સહિત વિવિધ સેક્ટરદીઠ રીકવરી ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.

મ્યુનિ. ટેક્સ વિભાગ દ્વારા ‘વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ’ હેઠળ 100 ટકા વ્યાજ માફી યોજના અંતર્ગત રૂ. 700 કરોડથી વધુ રકમની આવક થઈ છે. મ્યુનિ. દ્વારા એડવાન્સ ટેક્સ રીબેટ સ્કીમનો 37 ટકા જેટલા નાગરિકોએ લાભ લીધો છે. આવતીકાલે એડવાન્સ ટેક્સ ભરપાઈ કરવાના છેલ્લા દિવસે સિવિક સેન્ટર ખાતે રોકડ- કેશ સ્વીકારવામાં આવશે અને રૂ. 2,000ની ચલણી નોટ પણ સ્વીકારવામાં આવશે. 2023-24, 2024-25 અને 2025-26 એમ ત્રણ વર્ષ માટેનો એડવાન્સ ટેક્સ પણ ભરપાઈ કરી શકાશે.

રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા તા. 14 ફેબ્રુઆરીથી તા. 30 એપ્રિલ, 2023 સુધી 100 ટકા વ્યાજ માફી સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી અને આ યોજનાનો નાગરિકોએ તેનો લાભ લીધો છે અને આ સ્કીમ હેઠળ રૂ. 700 કરોડથી વધુ આવક થઈ છે. આ સ્કીમ પૂરી થવા છતાંપણ જે બાકીદારોએ ટેક્સ ભર્યો નથી તેની વિરૂદ્ધ નોટિસ આપવા સહિત કાનૂની કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરાયું છે. AMC ટેક્સ વિભાગ દ્વારા 6 ટેલિકોમ કંપનીઓને ટેક્સની બાકી રકમ ભરપાઈ કરવા છેલ્લી ચેતવણીની નોટિસ આપવામાં આવી છે. આ ટેલિકોમ કંપનીઓનો અંદાજે રૂ. 2.12 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે. આ ટેલિકોમ કંપનીઓ ટેક્સ નહીં ભરે ત્યાં સુધી તેઓ કેબલ ન નાંખી શકે તે હેતુસર રોડ ઓપનિંગ પરમીટ (RO પરમીટ) નહીં આપવા એન્જિનીયરિંગ અને એસ્ટેટ વિભાગને જાણ કરાશે તેમજ સીલિંગ અને હરાજી સુધીની કાર્યવાહી હાથ ધરાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles