Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ટોચની ટેલિકોમ કંપનીઓએ AMCનો કરોડોનો ટેક્સ ચુકવ્યો નથી

  • તમામ ટેલિકોમ કંપનીઓને નોટિસ અપાઈ
  • ટેક્સ નહીં ભરે તો કડક કાર્યવાહી કરાશે
  • ટેલિકોમના રૂ. 2 કરોડથી વધુ ટેક્સ બાકી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેસ વિભાગ દ્વારા અલગ અલગ રિબેટ યોજના આપીને ટેક્સ કલેક્શન કરવામાં આવી રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2023થી 30 એપ્રિલ 2023 સુધી 700 કરોડની વસૂલાત કરવામાં આવી છે આવનાર સમયમાં ટેલિકોમ સેક્ટરમાં ભારતી એરટેલ, આઈડિયા, વોડાફોન, ટાટા ટેલી સર્વિસ જેવી ટેલીકોમ કંપનીઓને પણ ટેક્સ બાકી હોવાથી તેમને ચેતવણી રૂપે નોટિસ આપવામાં આવી છે.

ટેલિકોમ કંપનીઓ પાસેથી રૂ. 2.21 કરોડ લેણા બાકી

AMCના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ટેલિકોમ સેક્ટરની કંપનીઓના બાકી ટેક્સની વિગતની વાત કરવામાં આવે તો વોડાફોન પાસેથી રૂ. 6,95,248, આઈડિયા પાસેથી રૂ. 9,75,712, ટાટા ટેલે સર્વિસ રૂ. 44,18,824, ભારતી એરટેલ રૂ. 16,03,749, ગુજરાત ટેલીલીન્કના રૂ. 44,07,335, રિલાયન્સ કોમ્યુનિકેશનના રૂ. 1,00,13,862 આમ કુલ મળીને રૂ. 2.21 કરોડ જેટલી જંગી રકમ બાકી છે.

ટેલિકોમ કંપનીઓને નોટિસ અપાઈ

હાલ ટેલીકોમ સેકટરનો 2 કરોડ જેટલો ટેક્સ બાકી હોવાતજી તેમને નોટિસ પાઠવવામાં આવી છે.આગામી સમયમાં હોટલ,હોસ્પિટલ સેક્ટરને પણ નોટિસ પાઠવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ટેલિકોમ સેક્ટરમાં ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા, ટાટા ટેલી સર્વિસ, ગુજરાત ટેલી પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ જેવી ટેલિકોમ કંપનીઓના ટેક્સ બાકી છે. આ તમામ ટેલીકોન કંપનીઓને છેલ્લી ચેતવણી આપી નોટિસ આપવામાં આવી છે. જો બાકીનો ટેક્સ ની રકમ ભરવામાં નહીં આવે તો તે ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે

ટેક્સ ન ભરે તો કડક કાર્યવાહી થશે

કોર્પોરેશન દ્વારા હાલમાં ટેલિકોમ સેક્ટરમાં ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા, ટાટા ટેલી સર્વિસ,ગુજરાત ટેલી પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ જીવી ટેલિકોમ કંપનીઓના ટેક્સ બાકી છે આ તમામ ટેલીકોન કંપનીઓને છેલ્લી ચેતવણી આપી નોટિસ આપવામાં આવી છે. જો બાકીનો ટેક્સ ની રકમ ભરવામાં નહીં આવે તો તે ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે.

વેરો ન ભરે તો કેબલ નાખવા નહિ દેવાય

AMCના ઈજનેરી તથા એસ્ટેટ ડિપાર્ટમેન્ટને જાણ કરી જ્યાં સુધી પૂરેપૂરો ટેક્સની વસૂલાત ન થાય ત્યાં સુધી આ તમામ કંપનીઓને રોડ ઓપનિંગ પરમિટ આપવામાં ન આવે તેવી જાણ કરવામાં આવશે. જેથી આ તમામ કંપનીઓને કેબલ નાખવા માટે રોડ ઓપનિંગ પરમિટ મળશે નહીં. જો બાકીની ટેક્સની ભરપાઈ ન થાય તો કલમ 45 અને 46 મુજબ સીલીંગ કરી તેની હરાજી કરવાની કાર્યવાહી કરવા આવશે.

કોર્પોરેશનને ટેક્સ રૂ. 700 કરોડની આવક થઈ

AMC ટેક્સ વિભાગ શહેરની જનતાને અલગ અલગ સ્કીમ આપીને લોકોને ટેક્સ આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કરોડો રૂપિયાનું રિબેટ પણ આપવામાં આવ્યું છે જે અંતર્ગત AMC દ્વારા “વન ટાઈમ સેટલમેન્ટ” અંતર્ગત કોર્પોરેશન રૂ. 700 કરોડની ટેક્સની આવક થઈ છે. રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલ જણાવ્યું હતું કે જયારે 100 ટકા વ્યાજ માફી અને એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાને 15 ટકા જેટલી માતબર રકમ આપવામાં આવી તેમ છતાં જો કોઈ કરદાતા ટેક્સ રકમ નથી ભરતા તેવા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાલ આંખ કરશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles