- ગુજરાતીઓને ઠગ કહેવાના નિવેદનનો વિવાદ
- આ મામલે અન્ય સાક્ષીઓની જુબાની 23મી જૂનના રોજ યોજવામાં આવશે
- ખાનગી ચેનલ તરફ્થી સીડી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી
ગુજરાતીઓને ઠગ કહેવાના નિવેદન મામલે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે મેટ્રો કોર્ટમાં થયેલ બદનક્ષી કેસમાં કોર્ટ ઇન્કવાયરીનો આદેશ એડિશનલ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.જે.પરમારે કર્યો છે. ત્યારે આ મામલે તેજસ્વી યાદવનું ઇન્ટરવ્યુ કરનાર ખાનગી ચેનલ તરફ્થી સીડી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ મામલે અન્ય સાક્ષીઓની જુબાની 23મી જૂનના રોજ યોજવામાં આવશે. અમદાવાદમાં રહેતા હરેશભાઇ પ્રાણશંકર મહેતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી લાલુપ્રસાદ યાદવ સામે થયેલી બદનક્ષીની ફરિયાદમાં આજે સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં કોર્ટના આદેશ અનુસાર ખાનગી ચેનલ તરફ્થી અધિકૃત વ્યક્તિ કોર્ટમાં સીલબંધ કરવામાં સીડી સાથે હાજર રહ્યાં હતાં. જ્યાં કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી. જેમાં તેમણે એવી જુબાની આપી હતી કે, સીડી યોગ્ય સોર્થથી લેવામાં આવી છે, તેમાં કોઇ ચેડા કરવામાં આવ્યા નથી, આ ઇન્ટરવ્યુ તેમની ચેનલના પત્રકાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સીડી કોર્ટમાં રજૂ કરીએ છીએ. ત્યારબાદ કોર્ટે વધુ સુનાવણી 23 જૂન પર યોજવા આદેશ કર્યો છે. નોંધનીય છે કે, તેજસ્વી યાદવે થોડા સમય પહેલાં વિવિધ મીડિયા સમક્ષ એવું નિવેદન કહ્યું હતંધ કે, ક્કજો ભી દો ઠગ હૈ ના, જો ઠગહૈ, ઠગી કો અનુમતી જો હૈ, આજ દેશ કે હાલાત મેં દેખા જાયે તો સિફ્ર્ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો સકે ઠગ કો માફ્ કિયા જાયેગા, LIC કા પૈસા, બેંક કા પૈસા દે દો ફીર વો લોગ લેકે ભાગ જાયેંગે, તો કૌન જીમ્મેવાર હોગા…આવું નિવેદન કરતા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી.