સુરત શહેરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતના પાંડેસરાના વડોદ ગામમાં રહેતા 30 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ ખોવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો યુવક પરિવારનો એકનો એક દીકરો હતો, આ કારણોસર પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યા હતો.
યુવકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 30 વર્ષની હતી અને તેનું નામ દિલીપભાઈ શ્રીનાથ રાણા હતું અને તેઓ મૂળ ઓડિસાના ગંજામ જિલ્લાના બારેશ્વર ગામનો વતની હતો.
તેઓ સુરત શહેરમાં છેલ્લા બે વર્ષથી સંચાના કારખાનામાં કામ કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેઓએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. દીકરાનું મૃત્યુ થતા જ પરિવાર ઉપર આભ તૂટે પડ્યું હતું. સમગ્ર ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસની મૃત્યુ પામેલા યુવક પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. જાણવા મળી રહ્યું છે તે યુવક કોઈ પણ પ્રકારની આર્થિક કે અન્ય કોઈ વાતને લઈને ડિપ્રેશનમાં હોય કે ચિંતામાં મૂંઝવણ અનુભવતો હોય તેવું કોઈ કારણ જાણવા મળ્યું નથી.
અકસ્માતની ઘટના કર્યા બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જુદી જુદી રીતે યુવકના મૃત્યુ પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસે મૃત્યુ પામેલા યુવકના લઈને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું છે અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.
પરિવારના સભ્યો પણ વિચારમાં છે કે તેમના દીકરાને આ પગલું કયા કારણોસર ભર્યું હોય છે. યુવક એક મહિના પહેલા પોતાના વતન ગયો હતો. ચાર દિવસ પહેલા જ પોતાના વતન થી સુરત આવ્યો હતો અને અહીંયા આવીને તેને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.