પીપાવાવ પોર્ટના મેનેજર સાથે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોકકુમાર મિશ્રની બેઠક અને ભાવનગર ડિવિઝનના સલામતી નિરીક્ષણ
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રએ શુક્રવારે ભાવનગર ડિવિઝનમાં શાખા અધિકારીઓ સાથે ભાવનગર-ધોલા-સાવરકુંડલા-પીપાવાવ પોર્ટ સેક્શનના વિન્ડો ટ્રેઇલિંગ સેફ્ટી ઇન્સ્પેક્શન કર્યું હતું. તેમણે આ સેક્શનમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનો પણ નિરીક્ષણ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
જનરલ મેનેજરે શુક્રવારે પીપાવાવ પોર્ટના મેનેજર સાથે બેઠક યોજી હતી જેમાં તેમણે પીપાવાવ પોર્ટની કામગીરી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી અને ભવિષ્યમાં રેલવે ટ્રાફિકના આયોજન અને શક્યતાઓ વિશે વાત કરી હતી. શનિવારે, તેઓ શાખા અધિકારીઓ સાથે ઢસા-જેતલસર-રાજકોટ સેક્શનની વિન્ડો ટ્રેલિંગ સલામતી નિરીક્ષણ કરશે. જનરલ મેનેજરના નિરીક્ષણ અને મીટીંગ દરમિયાન ભાવનગર રેલ્વે ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર અને ડીવીઝનના શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.