પીપાવાવ મરીન પો.સ્ટેના બી.એન.એસ કલમ ૧૩૭(૨),૮૭,૬૪(૨)(I),૬૪(૨)(M) તથા પોકસો એકટ કલમ ૪,૬,૮,૧૦ મુજબના આરોપીને પકડી પાડતી

રાજુલા પો.સ્ટેની સર્વેલન્સ ટીમમ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જેથી મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએ ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ધરપક ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જીલ્લા પોલીસને માર્ગદર્શન આપેલી હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબ સાવરકુંડલા વિભાગ ના સીધા માર્ગદર્શન આપેલ હોય,રાજુલા પો.ઇન્સ શ્રી એ.ડી.ચાવડા સાહેબ નાઓની રાહબારી હેઠળ રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ રાજુલા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે પીપાવાવ મરીન પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૫૦૨૫૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૩૭(૨),૮૭,૬૪(૨)(),૬૪(૨)() તથા પોકસો એકટ કલમ ૪,૬,૮,૧૦ મુજબનો ગુન્હો તા.૧૫/૦૮/૨૦૨૫ ના રોજ રજી થયેલ હોય અને સદરહુ ગુન્હાનો આરોપી પોતાની ધરપકડ ટાળવા સારૂ નીસતો ફરતો હોય જે છતડીયા ગામે હોય તેવી હકીકત મળતા સર્વેલન્સ ટીમ દ્વારા સદરહે જગ્યાએ જઇ ખરાઇ કરતા ઉપરોકત ગુન્હાનો આરોપી મળી આવેલ હોય જેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીની વિગત(૧) વિપુલભાઇ રણછોડભાઇ ઓળકીયા રહે.બુબાવાવ તા.રાણપુર જી.બોટાદ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.ડી.ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હે.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હે.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હેઙ.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા હેડ.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા પો.કોન્સ મેહુલભાઇ ભુપતભાઇ પંડયા દ્વારા કરવામાં આવેલ છે