Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

બાગેશ્વરધામ બાબાની સુરતમાં રહેતી માતાએ કહી ખાસ વાત

  • કિરણ પટેલ છે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરતી માતા
  • ધર્મ માતા તરીકે ધીરેન્દ્ર શાસ્ત્રી એમને માને છે
  • ધીરેન્દ્ર શાસ્ત્રી મને મા કહે છે: કિરણ પટેલ

બાગેશ્વરધામ બાબાની સુરતમાં રહેતી માતાએ ખાસ વાત જણાવી છે. જેમાં બાગેશ્વરધામના બાબાના સુરત સાથેના કનેકશન સામે આવ્યા છે. કિરણ પટેલ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરતી માતા છે. ધર્મ માતા તરીકે ધીરેન્દ્ર શાસ્ત્રી એમને માને છે.

બાગેશ્વરધામના બાબાના સુરત કનેકશન

સુરતના કિરણ પટેલે જણાવ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મને મા કહે છે. તથા બાગેશ્વરધામના બાબાના સુરત કનેકશન છે. તેમજ સુરતના કિરણ પટેલે જણાવ્યું છે કે મારા કહેવાથી ગુજરાતમાં દિવ્ય દરબાર લાગશે. તથા હિન્દુરાષ્ટ્રનું સપનું જરૂર સાકાર થશે. દોઢ-બે વર્ષ પહેલાં હું ધીરેન્દ્ર શાસ્ત્રીના સંપર્કમાં આવી હતી. તથા કિરણ પટેલ 11 વખત બાગેશ્વર ધામની મુલાકાત લઈ ચૂક્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી મને માતા સમાન માને છે

કિરણ પટેલે ઉમેર્યું હતું કે મને ગર્વ થાય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મને માતા સમાન માને છે, તે જ્યારે પણ મને મળે છે ત્યારે માતા કહીને જ સંબોધે છે. આવો શ્રેષ્ઠ સંસ્કારી પુત્ર કોને ન ગમે. જ્યારે પણ તે મને માતા તરીકે બોલાવે છે ત્યારે મને પોતાને પણ ગર્વનો અનુભવ થાય છે. છેલ્લા છ મહિનાથી હું ઇન્ડિયામાં છું, આઠેક વખત તેમની કથામાં હાજરી આપી ચૂકી છું અને 11 વખત બાગેશ્વર ધામની મુલાકાત લઈ ચૂકી છું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles