- એરપોર્ટ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્ય સ્વાગત
- સાંજે વટવામાં શિવપુરાણ કથામાં હાજરી આપશે
- દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં આપશે હાજરી
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી અમદાવાદ પહોંચ્યા છે. જે મોટી સંખ્યામાં ભક્તો તેમના સ્વાગત માટે હાજર રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ ધીરેન્દ્ર શાસ્ત્રીના મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. ફુલહાર પહેરાવી બાબા બાગેશ્વરનું સ્વાગત કરવામાં આવ્યુ. ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ભક્તોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા.
બાબા બાગેશ્વર ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. તેઓ મધ્યપ્રદેશથી અમદાવાદ આવવા રવાના થયા હતા.બાબા બાગેશ્વર તેમજ યજમાન અમરાઈ વાડીના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ભાઈ જુનગી ભાઈના ઘરે જશે. ત્યાં ભોજન લીધા બાદ તે વટવા કાર્યક્રમ પર જશે.
આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો કાર્યક્રમ શરુ થશે. જેના પગલે આયોજકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાત આવશે અને સૌથી પહેલા અમદાવાદના વટવામાં એક કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમનને લઈને પોલીસ અને બાઉન્સર વીઆઈપી એક્ઝિટ પર પહોંચી છે.