Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

બાબરા પો.સ્ટે.ના લુંટ-ધાડ (IPC-૩૯૫, ૩૯૭) ના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજુલા મુકામેથી પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ…

બાબરા પો.સ્ટે.ના લુંટ-ધાડ (IPC-૩૯૫, ૩૯૭) ના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજુલા મુકામેથી પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ…

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં નાસતાં ફરતાં આરોપીઓને પકડવાની સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબ નાઓની જરૂરી સુચના અને મઆધારે
જે અન્વયે રાજુલા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.પરમાર સાહેબનાઓની ચોકકસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ જયેન્દ્રભાઇ સુરંગભાઇ બસીયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલ વિ. પોલીસ સ્ટાફ દ્રારા બાબરા પો.સ્ટે.ના ફર્સ્ટ ગુ.ર.નં.૦૧૧૫/૨૦૦૯ ઇ.પી.કો. કલમ-૩૯૫, ૩૯૭, ૩૪૧, ૩૪ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતાં આરોપીને રાજુલા મુકામેથી ચોકકસ બાતમી આધારે આરોપીને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવાં સારૂ બાબરા પો.સ્ટે.ને સોપી આપેલ છે.
ગુન્હાની ટુંકી વિગત
સને ૨૦૦૯ માં બાબરા તાલુકાના ઘુઘરાળા ગામથી વાવડી ગામ જવાના રસ્તે આવેલ ખોડીયાર મંદિરના મહંત ઉપર કોઇ અજાણ્યા છ ઇસમોએ બુકાની બાંધી કોદાળી, ધારીયા જેવાં મારક હથિયારોથી માથામાં તથા હાથમાં ગંભીર ઇજા કરી લુંટ અને ધાડનો ચકચારી બનાવ બનેલ જે બાબતે બાબરા પો.સ્ટેમાં લુંટ,ધાડનો ગુન્હો નોંધાયેલ હતો.જે ગુન્હાની તપાસ દરમ્યાન પાંચ આરોપીઓને અટક કરેલ હતા.તેમજ મજકુર આરોપી છેલ્લા ૧૪ વષૅથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.
પકડાયેલ આરોપીની વિગત-
સુરમલ ફુલભાઇ ઉર્ફે કરણા ડામોર (ડાંગરા) ઉ.વ.૩૯ ધંધો મજુરી રહે.ગાંગરડા, કાચલા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી જે.એન.પરમાર સાહેબ તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલ દ્રારા કરવામાં આવેલ છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles