- પહેલું આમંત્રણ મુખ્યમંત્રીને દરબારમાં હાજરી આપવા આપ્યું
- અમદાવાદના ચાણક્યપુરીમાં ચાલી રહી છે દિવ્ય દરબારની તૈયારીઓ
- આમંત્રણ પત્રિકા રાજકીય પાર્ટીના તમામ આગેવાનોને અપાશે
બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ અપાયું છે. જેમાં આયોજકોએ આમંત્રણ પત્રિકા આપવાનું શરૂ કર્યું છે. પહેલું આમંત્રણ મુખ્યમંત્રીને દરબારમાં હાજરી આપવા આપ્યું છે. અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબારની તૈયારીઓ ચાલી રહી છે.
આમંત્રણ પત્રિકા રાજકીય પાર્ટીના તમામ આગેવાનોને અપાશે
આયોજકોએ જણાવ્યું છે કે આમંત્રણ પત્રિકા રાજકીય પાર્ટીના તમામ આગેવાનોને અપાશે. ધાર્મિક કાર્યમાં કોઈ રાજકીય વ્યક્તિ સાથે લેવા દેવા ન હોય. આમંત્રણ પત્રિકા 5 પેજની તૈયાર કરાઈ છે. તેમજ સાધુ સંતોને આમંત્રણ અપાયુ છે. તથા આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના એક પણ નેતાના નામનો ઉલ્લેખ નહીં. બાબા બાગેશ્વર જ્યા પણ જાય છે તે પહેલા તેમનો વિવાદ ત્યા પહોંચી જાય છે. ગુજરાતમાં પણ આવુ જ થયું. લોકોના મનની વાત જાણનાર બાબા બાગેશ્વરને ગુજરાતમાં આગમન પહેલા જ પડકારનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકોએ બાબા સામે ચેલેન્જ ફેંકી છે.
4 સ્થળોએ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજાવાનો
ગુજરાતમાં 4 સ્થળોએ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે બાગેશ્વર ધામ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને બાબાના દરબારની માહિતી આપવામાં આવી હતી. સુરત, અમદાવાદ અને રાજકોટ, વડોદરામાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાનાર છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો તેમના દરબારમાં હાજર રહે તેવી શક્યતા છે.
ગુજરાતમાં પ્રથમ વખત બાગેશ્વર ધામ સરકાર દ્વારા “દિવ્ય દરબાર” અને દર્શનનું આયોજન કરાયું છે. આ દિવ્ય દરબારના આયોજન અંગે રાધિકા સેવા સમિતિ દ્વારા પ્રેસ કોંફરન્સનું આયોજન કરાયુ હતું. સમગ્ર કાર્યક્રમના આશ્રયદાતા પુરુષોત્તમ આર. શર્મા અને માર્ગદર્શક આચાર્યશ્રી પ્રમોદ મહારાજ માહિતી આપી છે.