Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

બાબા બાગેશ્વર અમદાવાદમાં આવતીકાલે આવશે | ગરમીથી રાહત બાદ ભારે પવનની મુશ્કેલી

ગરમીથી રાહત બાદ ભારે પવનની મુશ્કેલી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના તેમજ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં CMને અપાયું આમંત્રણ તથા બાબા બાગેશ્વર અમદાવાદમાં આવતીકાલે મોટા ભાઇને મળવા આવશે અને દમણમાં યુવકનો મૃતદેહ મળવાના કેસમાં થયો ચોંકાનવારો ખુલાસો આ સિવાયના મહત્વના સમાચાર…

વધુ વાંચો : ગરમીથી રાહત બાદ ભારે પવનની મુશ્કેલી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં શનિવારથી ગરમીથી રાહત મળશે. શુક્રવારે ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે અને આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો : બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં CMને અપાયું આમંત્રણ

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ અપાયું છે. જેમાં આયોજકોએ આમંત્રણ પત્રિકા આપવાનું શરૂ કર્યું છે. પહેલું આમંત્રણ મુખ્યમંત્રીને દરબારમાં હાજરી આપવા આપ્યું છે. અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબારની તૈયારીઓ ચાલી રહી છે.

વધુ વાંચો : બાબા બાગેશ્વર અમદાવાદમાં આવતીકાલે મોટા ભાઇને મળવા આવશે

અમદાવાદમાં બાબા બાગેશ્વર આવતીકાલે આવશે. જેમાં વટવાના રામકથા મેદાનમાં બાબા બાગેશ્વર હાજરી આપશે. તેમાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં હાજરી આપશે. તેમજ આવતીકાલે 3 થી 7 વાગ્યા દરમિયાન હાજરી આપશે.

વધુ વાંચો : દમણમાં યુવકનો મૃતદેહ મળવાના કેસમાં થયો ચોંકાનવારો ખુલાસો

દમણમાં યુવકનો મૃતદેહ મળવાના કેસમાં ખુલાસો થયો છે. પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેમજ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે. તથા ખરીવાડમાં ફ્લેટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો.

વધુ વાંચો : નવા સંસદ ભવનના ઉદ્ઘાટન 19 પક્ષોનો બહિષ્કાર

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી IPL ફાઇનલ મેચને લઇને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લી બે પ્લેઓફ મેચો – ક્વોલિફાયર 2 અને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ આ રવિવારે (28 મે) અમદાવાદમાં થશે અને ફાઈનલ મેચની ટિકિટ આજથી ઉપલબ્ધ થઈ છે અને માત્ર 20 મિનિટમાં જ ઓનલાઈન ટિકિટ બુક થઈ છે.

વધુ વાંચો : IPL ફાઇનલની ટિકિટ માત્ર 20 મિનિટમાં જ વેચાઈ ગઈ

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી IPL ફાઇનલ મેચને લઇને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લી બે પ્લેઓફ મેચો – ક્વોલિફાયર 2 અને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ આ રવિવારે (28 મે) અમદાવાદમાં થશે અને ફાઈનલ મેચની ટિકિટ આજથી ઉપલબ્ધ થઈ છે અને માત્ર 20 મિનિટમાં જ ઓનલાઈન ટિકિટ બુક થઈ છે.

વધુ વાંચો : સેંગોલ શું છે જેની સાથે જ નવા સંસદભવનમાં વર્ષો જૂની પરંપરા પુનર્જીવિત

28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પીએમ મોદી 60,000 શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે, જેમણે સંસદ ભવનનાં નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સાથે જ નવા સંસદભવનમાં સેંગોલને સ્થાપિત કરવામાં આવશે. પરંતુ પ્રશ્ન એ થશે કે સેંગોલ શું છે. તો અહીં જાણો કે સેંગોલ શું છે અને શું છે તેનું મહત્વ.

વધુ વાંચો : બ્રિટનના પૂર્વ PM બોરિસ જોન્સનની મુશ્કેલીમાં વધારો,લોકડાઉનમાં દારૂની મહેફિલની કરાશે તપાસ

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન ફરી એકવાર મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. અહેવાલ અનુસાર, લોકડાઉનના નિયમો તોડવાના કેસની હવે નવેસરથી તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જોનસનને તેમની જ સરકારમાં કોરોના દરમિયાન લોકડાઉન નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કિસ્સામાં મેટ્રોપોલિટન અને થેમ્સ વેલી પોલીસનું કહેવું છે કે તેઓ 2020 અને 2021 વચ્ચે લગભગ એક વર્ષ સુધી ઘટનાઓની તપાસ કરી રહ્યા છે.

વધુ વાંચો : જાડેજાએ ટ્વિટ કરીને આપ્યો ફેન્સને જવાબ, ક્વોલિફાયર-1માં સારું પ્રદર્શન કરીને ટ્રોલર્સને રોક્યા

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ IPL 2023ની ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે જોરદાર પ્રદર્શન કર્યું. ફેન્સે તેને છેલ્લી મેચ માટે ટ્રોલ કર્યો હતો. ચેન્નાઈએ જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનના આધારે જીત મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ જીટી સામે બેટિંગ કરતા 16 બોલમાં નિર્ણાયક 22 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા પણ ફટકાર્યા હતા. બોલિંગ કરતી વખતે તેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપ્યા અને બે મહત્ત્વની વિકેટ લીધી. આ કારણે તેને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને આ પછી જાડેજાએ ફેન્સને ટ્રોલ કર્યા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles