- પહેલીવાર વિજિલન્સને આવી ટેક્નિકલ તપાસ સોંપાઈ હોવાની ચર્ચા
- નોન-ટેક્નિકલ સ્ટાફને ટેક્નિકલ સાધનોની તપાસ સોંપાતા આઘાત
- પાકિસ્તાનના કરાચી અને કચ્છનાં માંડવીની વચ્ચે જખૌ નજીક ટકરાશે
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડું ગુરૂવારે બપોરે પ્રતિકલાકના 150 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન સાથે પાકિસ્તાનના કરાચી અને કચ્છનાં માંડવીની વચ્ચે જખૌ નજીક ટકરાશે. જેને લઇને તંત્ર દ્વારા એલર્ટ પણ આપી દેવામાં આવ્યુ છે. ત્યારે એએમસીની વિજિલન્સ દ્વારા શહેરના તમામ ફયર સ્ટેશનો પર સાધનોની તપાસ કરવામાં આવી હતી. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિજિલન્સમાં નોન ટેકનિકલ સ્ટાફ્ દ્વારા ટેકનિકલ સાધનોની તપાસ કરાઇ હતી. એટલે કે તંત્ર દ્વારા માત્ર કામગીરી દેખાડવા માટે આ તપાસ કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
બિપોરજોય વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે ફયરબ્રિગ્રેડને પણ સ્ટેન્ડબાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદ શહેરના તમામ ફયર સ્ટેશનોમાંથી ફયરના સાધનોની વિગત મંગાવી હતી. તેને લઇને સાધનો તે પ્રમાણે છે કે નહિ તે માટે એએમસી વિજિલન્સ દ્વારા તમામ ફયર સ્ટેશનો પર ફયરના સાધનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં તમામ સાધનો ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. તેમજ જે વિગત મંગાવી હતી તે પ્રમાણે સાધનો છે કે નહિ તે પણ ચકાસવામાં આવ્યુ હતુ.