Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

બિપોરજોય માટે હવામાન વિભાગે રાજ્ય સરકારને કહી ખાસ વાત

  • વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર એક્શનમાં
  • સૌથી વધુ અસરકારક વિસ્તારમાં બચાવકર્મી રાખવા સૂચન
  • વાવાઝોડાથી દરિયાઈ વિસ્તરાઓમાં નુકસાન થવાની ભીતિ

બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગ રાજ્ય સરકાર સાથે બેઠક કરશે. જેમાં વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર એક્શનમાં છે. સૌથી વધુ અસરકારક વિસ્તારમાં બચાવકર્મી રાખવા સૂચન આપવામાં આવ્યું છે. તેમજ વાવાઝોડાથી દરિયાઈ વિસ્તરાઓમાં નુકસાન થવાની ભીતિ છે.

વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર એક્શન મોડ પર

વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર એક્શન મોડ પર છે. તેમજ વાવાઝોડામાં સૌથી વધુ અસરકારક વિસ્તારમાં બચાવકર્મી રાખવા હવામાન વિભાગનું સૂચન છે. વાવાઝોડુ ગુજરાતમાંથી પસાર થતા દરિયાઈ વિસ્તરાઓમાં નુકશાન થવાની ભીતિ છે. તેથી ગાંધીનગર ખાતે વાવાઝોડા અંગે બેઠક મળશે. તથા સંભવિત ચક્રવાતને લઇ રાજ્ય સરકાર સજજ છે. જેમાં આજે સાંજે 5 વાગ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળશે.

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે બેઠક મળશે

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે બેઠક મળશે. બેઠકમાં હવામાન વિભાગ, NDRF, ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ હાજર રહેશે. હવામાન વિભાગની આગાહી અંતર્ગત તમામ દરીયા કિનારાના વિસ્તારોમાં મોનિટરીંગ કરાઈ રહ્યુ છે. તથા જીલ્લા કલેકટર અને ડીડીઓને વાવાઝોડા અંગેની SOP આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સાથે મુખ્યમંત્રી કાર્યાલયથી પણ સીધુ મોનિટરીંગ કરાઈ રહ્યુ છે.

NDRFની 10 ટીમો એલર્ટ મોડમાં રાખવામાં આવી

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાનો મુદ્દે ગુજરાતમાં વાવઝોડાના સંભવિત ખતરાને લઈને NDRFની ટીમો એલર્ટ પર છે. NDRFની 10 ટીમો એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. સંભવિત લેન્ડ ફોલની સ્થિતિ અનુસાર NDRFની ટીમોને ડિપ્લોઇડ કરાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles