- દરિયાઇ વિસ્તારોની મંત્રી મુકેશ પટેલે લીધી મુલાકાત
- પરિસ્થિતનું નિરીક્ષણ કરીને અપાઇ સૂચનાઓ
- ડુમસ કાંઠે આવેલા ગામડાઓને સાવચેત કર્યા
સુરતના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. બિપોરજોયની આગાહીના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તેવામાં બિપોરજોયની આગાહીના પગલે તંત્રની કામગીરીની ચકાસણી કરવા માટે મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ ડુમ્મસ-સુવાલી બીચ, અને ડભારી દરિયા કિનારેની મુલાકાત લીધી હતી. સુરતના બિચ પર સુરક્ષા વ્યવસ્થા અને પરિસ્થિતનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બિપોરજોય વાવાઝોડાને લઇ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. બિપોરજોયની આગાહીના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. સુરતમાં સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. સુવાલી અને ડુમસ બીચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડુમસ બિચ પર લોકોએ ન જવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. તેવામાં બિપોરજોયની આગાહીના પગલે તંત્રની કામગીરીની ચકાસણી કરવા માટે મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ ડુમ્મસ-સુવાલી બીચ, અને ડભારી દરિયા કિનારે પહોંચ્યા હતા. વાવાઝોડાની આગાહીના પગલે દરિયાઇ વિસ્તારમાં આવેલા ગામના લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડાની આગાહીને લઈને મંત્રી મુકેશ પટેલે નિવેદન આપ્યું કે, સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે. NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સાથે દરિયાઇ વિસ્તારોના ગામના લોકોને જ્યાં રાખવામાં આવ્યા છે, ત્યાં તેમની રહેવા-જમવાની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સુરતના બિચ પર સુરક્ષા વ્યવસ્થા અને પરિસ્થિતનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બિપોરજોયની આગાહીના પગલે મંત્રી મુકેશ પટેલ સુરતના ડભારી દરિયા કિનારે પહોંચ્યા હતા. મુકેશ પટેલે ઓલપાડના પ્રાંત અધિકારી, મામલતદાર સાથે મુલાકાત કરી હતી. મંત્રી મુકેશ પટેલે બિપોરજોય વાવાઝોડાને લઇ સુરક્ષા વ્યવસ્થાને લઇ જણાવ્યું હતું કે, વાવઝોડાથી બચવા રાજ્ય સરકારે આગોતરુ આયોજન કર્યુ છે. સુરક્ષા વ્યવસ્થા અને સ્થળાંતર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતના દરિયાઇ વિસ્તારોમાં અલગ-અલગ ટીમોને તૈનાત કરી દેવાઇ છે. સુરતમાં સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. સુવાલી અને ડુમસ બીચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડુમસ બ્રિજ ખાતે તકેદારી વધારવામાં આવી છે. બિપોરજોયની આગાહીના પગલે આજથી બિચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાવાઝોડાને લઈને સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે પણ જાહેરનામું જાહેર કર્યું છે. સુરતના દરિયાઇ વિસ્તારોમાં સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે. NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પોલીસ દ્વારા સઘન ચેકિંગ સાથે પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.