- હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં રહેશે વરસાદ
- 15 જૂને કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં અતિભારે વરસાદ
- સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે પવન ફૂંકાઇ શકે છે
આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તથા હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તેમજ 15 જૂને કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં અતિભારે વરસાદ આવશે. તથા 15 અને 16 જૂને રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે.
15 જૂને બપોરે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અસર થશે
સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે પવન ફૂંકાઇ શકે છે. તથા 15 જૂને બપોરે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અસર થશે. 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ શકે છે. તેમાં માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.4 ઈંચ વરસાદ સાથે ગીર સોમનાથના વેરાવળમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જૂનાગઢના મેંદરડા અને માળિયા હાટીનામાં 7.5 ઈંચ વરસાદ
જૂનાગઢના મેંદરડા અને માળિયા હાટીનામાં 7.5 ઈંચ વરસાદ તથા કેશોદમાં 6.7, માંગરોળમાં 5.4, તાલાલામાં 5.3 ઈંચ વરસાદ, વંથલીમાં 5 ઇંચ અને માણાવદરમાં 4.5 ઈંચ વરસાદ, જૂનાગઢમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ ઉપલેટા, વિસાવદર અને ભાણવડમાં 3 ઈંચ વરસાદ આવ્યો છે.