- સાયક્લોન બિપોરજોયનો ગુજરાત પર ખતરો વધ્યો
- 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા
- 125થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
બિપોરજોય વાવાઝોડાના કારણે અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. સાયક્લોન બિપોરજોયનો ગુજરાત પર ખતરો વધ્યો છે. જેમાં વાવાઝોડુ એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ છે. તથા 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ કોસ્ટમાં બિપોરજોય વાવાઝોડુ ટકરાશે
સૌરાષ્ટ્ર-કચ્છ કોસ્ટમાં બિપોરજોય વાવાઝોડુ ટકરાશે. ત્યારે 125થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અને અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. સાથે જ કચ્છ, દ્વારકામાં વરસાદ રહેશે. તથા રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદમાં ઝાડની નીચે આશરો ન લેવા તંત્રનું સૂચન છે.
રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
રાજ્યમાં બે દિવસ 14 અને 15 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાની ગતિ વધીને પ્રતિકલાક 10 કિમીની થઇ ગઇ છે. વાવાઝોડુ 15મી જૂન સુધી કચ્છ સુધી પહોંચી શકે છે. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. આ ત્રણ જિલ્લામાં 125થી135 કિલોમીટરની ગતિએ ભારે પવન ફૂંકાવવાની સાથે સાથે ભારેથી અતિભારે વરસાદ પણ થવાની શક્યતાની આગાહી કરવામાં આવી છે.