- જખૌ પોર્ટ પર વાવાઝોડાના લેન્ડફોલની પ્રબળ શક્યતા
- આજે રાત્રે વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વ તરફ જશે
- વાવાઝોડુ 15 તારીખે સાંજે લેન્ડફોલ કરશે
આફત આવી સાવચેત રહેજો. ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો છે. તેમાં બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જખૌ પોર્ટ પર વાવાઝોડાના લેન્ડફોલની પ્રબળ શક્યતા છે.
વાવાઝોડુ 15 તારીખે સાંજે લેન્ડફોલ કરશે
આજે રાત્રે વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વ તરફ જશે. તથા હાલ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યુ છે. તેમજ વાવાઝોડુ 15 તારીખે સાંજે લેન્ડફોલ કરશે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 300 કિમી દૂર છે. તેમજ વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 280 કિમી દૂર છે. જખૌથી 310 કિમી દૂર, નલિયાથી 330 કિમી દૂર છે. વાવાઝોડુ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
સૌરાષ્ટ્ર – કચ્છમાં વાવાઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્ર – કચ્છમાં વાવાઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ છે. જેમાં કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાતા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની દિશા આજ રાતથી જ બદલવા લાગશે. તેથી વાવાઝોડુ 15 તારીખે સાંજે લેન્ડફોલ કરશે. જેમાં જખૌ પોર્ટ પર વાવાઝોડાના લેન્ડફોલની પ્રબળ શક્યતા દેખાઇ રહી છે.
15 જૂને 125 થી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
15 જૂને 125 થી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. તથા આવતીકાલથી વાવાઝોડુ ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે. તેમજ માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે. અને દ્વારકાથી 280 કિમી દૂર વાવાઝોડુ છે. જેમાં પોરબંદરથી 300 કિમી દૂર આફત પહોંચી છે.