Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

બેન્કો પાસે મર્યાદિત ફેક નોટ ડિટેક્ટર મશીન હોવાથી બે હજારની નકલી નોટ

  • બેન્કોને સોર્ટીંગ મશીન આપવા બેન્ક એમ્પ્લોયી એસો.ની માગ
  • રાજ્યની 7,533 બેન્ક બ્રાંચોમાં આજથી બે હજારની નોટ બદલી અપાશે
  • શનિવાર અને સોમવારે સુરતની બેંકોમાં જ આશરે 450 કરોડ રૂપિયાની ડિપોઝિટ થઈ

આવતીકાલ તા.23 મે થી રૂ.2,000ની નોટનું એક્સચેન્જ શરૂ થશે. ત્યારે સંભવિત ધસારા સામે બેન્કો સજ્જ બની છે. પ્રારંભમાં અલગથી કાઉન્ટર ખોલવા પડે તેવી શક્યતા છે. રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકોની 3,627, એસબીઆઈની 1,261 અને ખાનગી બેન્કોની 2,645 મળી કુલ 7,533 બ્રાંચો છે. જ્યાં આવતીકાલથી કોઈપણ વ્યક્તિને બે હજારની નોટ બદલી આપવામાં આવશે. બેન્કો પાસે મર્યાદિત ફેક નોટ ડિટેક્ટર મશીન હોવાના કારણે બોગસ નોટ ઘૂસી જવાની આશંકા વ્યક્ત થઈ છે. હજુ સુધી ફક્ત એસબીઆઈની ગાઈડલાઈન જ આવી છે. દરેક શાખામાં એક્સચેન્જ થશે કે કેમ તે પણ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. રિઝર્વ બેંકે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ કોઈપણ વ્યક્તિ તા.30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં એકસાથે વધુમાં વધુ 10 નોટો બદલી શકશે. વ્યક્તિ એકથી વધુ વખત આ રીતે રૂ.2,000ની નોટો બદલી શકશે. બીજી તરફ મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી એસોસીએશને માગ ઉઠાવી છે કે દરેક બેન્કોને ફેક નોટ ડિટેક્ટર મશીન આપવા જોઈએ. કેમ કે રૂ.2,000ના દરની ડુપ્લીકેટ નોટ મોટા પ્રમાણમાં છપાતી રહી છે. કોઈપણ વ્યક્તિ ગમે તે બેન્કમાં ખાતુ ન હોવા છતાં નોટ બદલી શકે તેવી છૂટ મળી છે. તેના કારણે આવા તત્ત્વો બોગસ નોટ ઘૂસાડે તેવી પુરી શક્યતા છે. ઉપરાંત દરેક બેન્કોને સોર્ટીંગ મશીનો આપવા જોઈએ. કેમ કે ફાટેલી, તૂટેલી, ગંદી નોટ પણ મોટી સંખ્યામાં આવશે. સિક્યોરિટી સ્ટાફમાં વધારો કરવાની જરૂર છે. મંગળવારથી મોટી સંખ્યામાં ગ્રાહકો આવી પડે તો લાઈનનું મેનેજમેન્ટ કરવું પડશે. અન્યથા અંધાધુંધી ફેલાશે.

શનિવાર અને સોમવારે સુરતની બેંકોમાં જ આશરે 450 કરોડ રૂપિયાની ડિપોઝિટ થઈ

સુરત : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શુક્રવારે રૂ.2,000ની ચલણી નોટ સર્ક્યુલેશનમાંથી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ નોટ હાલ પણ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં છે તેવી સ્પષ્ટતા હોવા છતાંય મોટી સંખ્યામાં લોકો બેંકોમાં રૂ.2,000ની નોટ ડિપોઝિટ કરાવી રહ્યા છે અને અન્ય તમામ મોટા ખર્ચાઓ પણ 2,000ની નોટથી કરી રહ્યા છે. મંગળવારથી મોટાભાગની બેંકો 2,000 રૂપિયાની નોટ બદલી આપવાની કામગીરીમાં જોડાશે. જોકે કેટલીક રાષ્ટ્રીય બેંકો નોટ એક્સચેન્જ કરવા માટે પુરાવા નહીં માંગે તેવી જાહેરાત કરી છે જ્યારે અમુક બેંકોએ તેમની પાસે ગાઇડલાઇન નથી આવી તેના લીધે અસમંજસમાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોટાભાગની કો.ઓપરેટિવ બેંકો નોટ બદલી કરાવનારાઓ પાસે પુરાવા પણ માંગશે. બેંકિંગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ શનિવારે અને સોમવારે મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રીયકૃત, પ્રાઇવેટ અને કો.ઓપરેટિવ બેંકોમાં તેમના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી દીધા હતા. 2 દિવસમાં જ શહેર-જિલ્લાની બેંકોમાં 450 કરોડની 2,000ની નોટ જમા થઇ હતી.

ઓઈલ કંપનીઓના નામે બોગસ મેસેજ વાઇરલ

ત્રણ મુખ્ય ઓઈલ કંપનીઓની આવશ્યક સૂચનાના નામે એક વોટસએપ મેસેજ વાયરલ કર્યો છે. જેમાં પેટ્રોલ પંપ પર રૂ.50 કે રૂ.100ની ખરીદી કરો તો તેનું ચુકવણું રૂ.2,000ની નોટથી કરી શકાશે નહીં. જ્યારે પેટ્રોલ પંપ એસોસીએશનના સૂત્રોએ આ મેસેજ સત્તાવાર નહીં હોવાનું અને બોગસ હોવાનું જણાવ્યું છે. અમદાવાદ પેટ્રોલ પંપ એસોસીએશને રાજ્યના તમામ પેટ્રોલ પંપ ડીલરોને ત્યાં પેટ્રોલ, ડીઝલ, ઓઈલ, સીએનજી ખરીદવા માટે ગ્રાહક બે હજારની નોટ આપે તો સ્વીકારવાની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રમાં પેટ્રોલ પંપ પર બે હજારની નોટ સ્વીકારવાના બોર્ડ લાગ્યા છે પણ અમદાવાદમાં આવી કોઈ સ્થિતિ નથી.

સોનામાં તેજીનો ઊભરો શમ્યો, બે હજારની નોટથી ખરીદીમાં રૂ.3,000નું ગાબડું

સોનામાં તેજીનો ઉભરો આવ્યો હતો તે હવે અમુક અંશે શમી ગયો છે. રૂ.2,000ની નોટથી ખરીદીમાં રૂ.3,000નું ગાબડું પડયું છે. શનિવારે રૂ.70,000 થી રૂ.72,000નો ભાવ હતો તે આજે ઘટીને રૂ.67,000 થયો છે. કાયદેસરના ભાવમાં પણ રૂ.250 ઘટયા છે. સોનાનો સત્તાવાર બંધ ભાવ રૂ.63,000 આવ્યો છતાં બે હજારની નોટોનો નિકાલ કરનારાઓ રૂ.65,000 થી રૂ.67,000ના ભાવે સોનું ઉપાડે છે. કેટલાક બિલ્ડરો પણ ફ્લેટ ખરીદનારાઓ પાસેથી અમુક રકમ ગોલ્ડ’માં માગી રહ્યાં છે. જો કે અગાઉની નોટબંધી જેવો ગભરાટ નથી. ગોઠવણથી બધુ ચાલી રહ્યું છે. વિશ્વ બજારમાં સોનું 1,975 ડોલર હતું. હાજર ચાંદી રૂ.74,500 હતી. સૂત્રોના કહેવા મુજબ બીલ વગરની સોના ખરીદીમાં ઈન્કવાયરી અને સોદા પણ ઘટી ગયા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles