અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ તંત્ર બેદરકાર તથા ગુજરાતના બેરોજગાર યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા અને અમદાવાદ પાલિકાના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જેમાં 13 રેસ્ટોરન્ટ અને ખાવા પીવાની દુકાનો સીલ કરાઈ તથા અદાણી CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો ઉપરાંતના મહત્વના સમાચાર પર એક નજર કરીએ.
વધુ વાંચો : વાહ રે તંત્ર તારી મનમાની, લાખોના ખર્ચે રોડ બન્યા બાદમાં કર્યા ખાડા
અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ તંત્ર બેદરકાર છે. જેમાં રસ્તા તોડી ખાડાઓ કરી અધૂરી કામગીરી મૂકી તંત્ર ગાયબ થયુ છે. શહેરના બોપલ-આંબલી રોડ પર તંત્ર અધુરૂ કામ કરી ગાયબ થયુ છે. તેમાં લાખોના ખર્ચે રોડ બને બાદમાં તંત્ર ખાડા કરે છે.
વધુ વાંચો : ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી સરકારી ભરતીઓની પરીક્ષા યોજાશે
ગુજરાતના બેરોજગાર યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 2033 સુધીમાં સૌથી મોટી સરકારી ભરતીઓની પરીક્ષા લેવાશે. તેમાં 10 વર્ષના ભરતી કેલેન્ડરને રાજ્ય સરકારની મંજૂરી મળી છે. જેમાં સપ્ટેમ્બરમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.
વધુ વાંચો : અમદાવાદ: ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 13 રેસ્ટોરન્ટ અને દુકાનો કરાઈ સીલ
અમદાવાદ પાલિકાના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જેમાં 13 રેસ્ટોરન્ટ અને ખાવા પીવાની દુકાનો સીલ કરાઈ છે. તેમજ સબ સ્ટાન્ડર્ડ ખોરાક અને પીવા લાયક પાણીનો અભાવ જોવા મળ્યો છે. જય ભવાની છોલે ભટુરે, કર્ણાવતી દાબેલી સીલ કરાઈ છે.
વધુ વાંચો : અદાણી CNG ગેસના ભાવમાં વધારો, શહેરના લાખો લોકોને પડશે અસર
અદાણી CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તથા અમદાવાદમાં CNGના ભાવમાં 80 પૈસાનો વધારો થતાં અદાણી CNGનો નવો ભાવ 75.9એ પહોંચ્યો છે.
વધુ વાંચો : વાવાઝોડા બિપોરજોયને લઇને મહત્વના સમાચાર
વાવાઝોડા બિપોરજોયને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર બની છે. તેમજ આગામી 24 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશન બનશે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર વાવાઝોડુ સર્જાયું છે.
વધુ વાંચો : ઈન્દોરના ખજરાના મંદિરની દાનપેટીમાંથી વિદેશી ચલણ મળી આવ્યુ
મધ્યપ્રદેશના મિની મુંબઈ તરીકે પ્રખ્યાત ખજરાના ગણેશ મંદિરની દાન પેટીઓ ખોલવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઈન્દોરનું વિશ્વ પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિર જ્યાં હંમેશા ભક્તોની ભીડ રહે છે. મંદિરમાં ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિ સાથે દાન પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટીઓમાં મળેલી રકમની ગણતરી આજથી શરૂ થઈ ગઈ છે.
વધુ વાંચો : ઓડિશા બાલાસોર દુર્ઘટના, CBIએ ટ્રેન અકસ્માતની તપાસ શરૂ કરી
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઓડિશાના બાલાસોરમાં થયેલા દર્દનાક ત્રિપલ ટ્રેન અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. CBIની 10 સભ્યોની ટીમ સોમવારે બાલાસોર પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કર્યું. બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 900 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 200 હજુ સારવાર હેઠળ છે. તે જ સમયે, 101 મૃતદેહોની ઓળખ પણ બાકી છે. રવિવારે રેલવેએ અકસ્માતની CBI તપાસની ભલામણ કરી હતી.
વધુ વાંચો : ઓપરેશન બ્લુસ્ટારની 39મી વરસી, સુવર્ણ મંદિરમાં થઈ અરદાસ
આજે પંજાબના અમૃતસરમાં ઓપરેશન બ્લુસ્ટારની 39મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુસ્ટારમાં માર્યા ગયેલા શીખો માટે અરદાસ કરવામાં આવી રહી છે. ઓપરેશન બ્લુ સ્ટારની વરસી પર સમગ્ર પંજાબમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પંજાબના દરેક જિલ્લામાં વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે. એકલા અમૃતસરમાં લગભગ 3500 જવાન તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય પેરા-મિલિટરી ફોર્સની 5 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.