- આ વર્ષે જાન્યુઆરીથી મે માસ સુધીમાં 45 દિવસ માવઠું રહ્યું
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાતાવરણના ઉપલા સ્તરની અસરને દરિયામાંથી ભેજ મળ્યો હતો
- આ ઘટનાને કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થયો હતો.
રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી મે માસ સુધીમાં 45 દિવસ સુધી માવઠું થયું હતું. સામાન્ય રીતે જૂન માસમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થતી હોય છે. તેના બદલે જાન્યુઆરીથી એકાંતરા વરસાદ રહ્યો હતો. આ અંગે IMD ગુજરાતના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે તેમની જાણકારી અનુસાર, ઓછામાં ઓછા 15 વર્ષમાં આ સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં લાંબા સમય સુધી વરસાદી દિવસો રહ્યાં તેના અનેક કારણો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને વાતાવરણના ઉપલા સ્તરની અસરના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. તેણે પૂર્વ દિશામાંથી ભેજ મેળવ્યો અને બંગાળની ખાડીમાંથી આવતા પશ્ચિમ તરફ્ના પવને બાકીનું કામ કર્યું. જ્યારે બે સિસ્ટમો મર્જ થઈ તેણે રાજ્યમાં અને અન્યત્ર વરસાદ વરસાવ્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટના અસામાન્ય છે પણ દુર્લભ નથી. કેમકે આપણે ત્યાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોમાં ખાસ કરીને પૂર્વીય કિનારે આવી પ્રિ-મોન્સુન પ્રવૃત્તિઓ થતી રહે છે. આ વર્ષે અરબી સમુદ્ર પરનો ટ્રફ અલગ છે. ટ્રફ પ્રમાણમાં નીચા દબાણનો લાંબો વિસ્તાર-પૂર્વીય પ્રદેશોથી તેની સામાન્ય પહોંચની બહાર ઘણો વિસ્તર્યો હતો અને અરબી સમુદ્રમાંથી ભેજ મેળવ્યો હતો. આ ઘટનાને કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થયો હતો.