- સ્પર્ધાત્મક પરીક્ષાના કેન્દ્ર કોટામાં આત્મહત્યાની સંખ્યામાં ઉછાળો
- કોટાના કલેક્ટરે છેક 2016માં આ અંગે લખેલો પત્ર હવે વાઈરલ
- નીટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું એક હબ ગણાય છે
રાજસ્થાનનું કોટા શહેર આઈઆઈટી-જેઈઈ, નીટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું એક હબ ગણાય છે. આ શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતની વધતી સંખ્યાને જોઈને કોટાના કલેક્ટર દ્વારા વર્ષ 2016માં વાલીઓને અનુલક્ષીને લખેલો એક પત્ર વાયરલ થયો હતો. આ પત્રમાં તેઓ વાલીઓને વિનંતી કરે છે કે, તમારી અપેક્ષાનો બોજ બાળકો પર નાખો નહીં, આ બોજના લીધે બાળકો આપઘાત કરવા સુધીનો નિર્ણય લે છે.
મનોચિકિત્સકોના મતે, વર્ષ 2020 સુધીમાં આ શહેરમાં 15 થી 18 વર્ષની વયના અંદાજે એક લાખ વિદ્યાર્થીઓએ આપઘાત જેવુ આકરુ પગલુ ભરેલુ છે. ઘણી વખત તણાવનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ ક્લિનિકલ સેટિંગનો સંપર્ક કરે છે. શહેરના જાણીતા મનોચિકિત્સકના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં કાઉન્સિલિંગ અને મેડિકેશનની જરૂરિયાત વધી છે. અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષાને પાસ કરવા માટે સક્ષમ હોતા નથી, જેના લીધે, તેમના પર અનેકગણુ દબાણ વધી જાય છે. જ્યારે તેમને લાગે કે તેઓ 90 ટકા આસપાસ માર્ક્સ મેળવી શકે તેમ નથી, ત્યારે તેઓ આ કોર્સને છોડી દે છે. તેમને માનસિક સહારો આપવો જરૂરી છે, જેથી તેઓ આ તણાવમાંથી મુક્ત થઈ શકે. આ વિદ્યાર્થીઓ તણાવ, અનિદ્રા, બેચેની, થાકનો અનુભવ કરતા હોય છે, આ બાબતથી તેમને રાહત આપવા માટે બેઠક કરાય છે. આ બાળકો સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે તેઓ ખુલીને વાત કરે છે. કેટલાક વિદ્યાર્થીઓએ કહેલુ છે કે તેઓ તેમના મા-બાપની ખુશી માટે આ કોર્સ કરે છે. ગ્રેડ આધારિત સિસ્ટમ એ વિદ્યાર્થીઓ પર ભારે દબાણ સર્જે છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ બાળકોના શારિરીક અને લાગણીઓને સમજવી જરૂરી છે.