માર્ગ અકસ્માતમાં શહીદ થયેલા ૯ જવાનોને હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રદ્ધાસુમન અર્પણ : દ્રોણેશ્વર ગુરુકુલ
ભારત દેશનું રક્ષણ નું સુકાન જેમના હાથમાં છે એવા આપણા વીર જવાનો સતત મા ભારતીની ચિંતા કરે છે. પરંતુ ક્યારેક એવી દુર્ઘટના સર્જાઈ છે કે આપણું હૈયું હચમચાવી મૂકે. શનિવારે સાંજના સમયે દક્ષિણ લદ્દાખ માં સેનાના પાંચ વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે ૧૦ જવાનો વાળું સૈન્યનું વાહન ખીણ માં પડી ગયું અને મા ભારતીના ૯ જવાનો વીરગતિ પામ્યા. આ દુઃખદ ઘટના સમયે સમગ્ર ભારતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર છાત્રાલયના બાળકોએ હનુમાનજી મહારાજ સમક્ષ હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સાથે સાથે એમના પરિવારજનોને આ દુઃખમાં સાંત્વના મળે એવી પ્રાર્થના કરી હતી. અન્ય ઘાયલ જવાનો જલ્દી સ્વસ્થ થાય એવી મનોકામના..