- જર ગામમાં ભવ્યથી ભવ્ય રામજી મંદિર બન્યું છે
- મુસ્લિમે મંદિર બનાવ્યું તે દેશની સંસ્કૃતિ ઉજાગર કરી – પુરુષોત્તમ રૂપાલા
- પુરુષોત્તમ રૂપાલા ભગવાન રામ સામે શંખ વગાડી અભિભૂત થયા
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ધારીના જર ગામના રામજી મંદિરે પહોંચ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ મુસ્લિમ દ્વારા સ્થાપેલા રામજી મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ભગવાન રામ સામે શંખ વગાડી અભિભૂત થયા હતા.
મુસ્લિમે મંદિર બનાવ્યું તે દેશની સંસ્કૃતિ ઉજાગર કરી
કેન્દ્રીય મંત્રી રૂપાલા સંગાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી રામલલ્લા મંદિરના દર્શન કર્યા હતા. થોડા દિવસો પહેલા રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતુ કે મુસ્લિમે મંદિર બનાવ્યું તે દેશની સંસ્કૃતિ ઉજાગર કરી છે. ધારીના જર ગામે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પહોંચ્યા હતા અને ત્યાં મુસ્લિમે સ્થાપેલ રામજી મંદિરના દર્શન કર્યા હતા અને શંખનાદ કરીને અભિભૂત કર્યા હતા. સાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ રામલલાના દર્શન કરીને ધન્યાઓ અનુભવી હતી. અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. મુસ્લિમે મંદિર બનાવ્યું તે દેશની સંસ્કૃતિ ઉજાગર કરી છે.
જર ગામમાં ભવ્યથી ભવ્ય રામજી મંદિર બન્યું
આ બાબતે પુજારીએ પણ જણાવ્યું હતું કે નાના એવા જર ગામમાં ભવ્યથી ભવ્ય અહીં મોટું રામજી મંદિર બન્યું છે. અહીં સંતો મહંતો અને આજે કેન્દ્રિયમંત્રી પરસોતમ રૂપાલા અને દિલીપ સંઘાણીએ દર્શન કરીને શંખનાદ કર્યો છે. શ્રી રામના આ મંદિરમાં ગામના તમામ લોકો દર્શને આવે છે.