- પુત્રને CBSEમાં સારુ પરિણામ આવતા ખુશીમાં મોત
- રાજકોટના મવડી વિસ્તારમાં બન્યો બનાવ
- ખુશી વ્યક્ત કરવા જતા મળ્યો પ્રાણઘાતક હુમલો
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. આ દરમિયાન રાજકોટથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે જાહેર થયેલા ધો. 10ના સીબીએસઈના પરિણામ બાદ એક માતાનું હાર્ટએટેકથી મોત થયું હતું. જેના કારણે પરિવારનો ખુશીનો માહોલ દુ:ખમાં ફેલાઈ ગયો છે.
રાજકોટમાં મવડી વિસ્તારમાં મારૂતિનંદન સોસાયટી શેરી નંબર 4ના કેબલ ઓપરેટરના પુત્રને CBSEમાં સારું પરિણામ આવતા ખુશીમાં મોત થયું છે. શુક્રવારે જાહેર થયેલા ધો. 10ના સીબીએસઈના પરિણામ બાદ એક માતાનું હાર્ટએટેકથી મોત થયું હતું. આ દરમિયાન વિદ્યાર્થીના માતા શીતલબા ખુશી વ્યક્ત કરતા હતા. તે સમયે હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો. જે તેમના માટે પ્રાણઘાતક નીવડ્યો હતો. જેના કારણે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
શહેરના મવડીના મારુતિનંદન સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ ઝાલાના 18 વર્ષીય પુત્ર રૂદ્રરાજસિંહને ધોરણ 12 cbseની પરીક્ષામાં 58% માર્ક્સ આવ્યા હોય અને પોતે પાસ થઇ ગયો હોય ઘરે પહોંચી પોતે હાંસલ કરેલી સિદ્ધિ અંગે ઘરે જઈ માતા શીતલબા, દાદી અને નાનીને આ ખુશીના સમાચાર આપ્યા હતા પુત્ર સારા માર્કસે પાસ થયાના સમાચાર મળતા જ માતાની ખુશીનો પાળ રહ્યો ન હતો અને હરખમાં ને હરખમાં હૃદય બેસી ગયું હતું અને ચક્કર આવતા તે ઢળી પડ્યા હતા માતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબોએ શીતલબાને હાર્ટ એટેક આવ્યો હોય અને મોત નીપજયાનું જાહેર કર્યું હતું પરિવારમાં પુત્ર પાસ થયાની ખુશીનો પ્રસંગ માતાના મોતથી શોક વ્યાપી ગયો હતો.
સુરત અને ગઢડામાં પણ મોત
વેડરોડ સ્થિત આનંદ પાર્ક સોસાયટીમાં રહેતો સંભાજી દિલીપભાઈ પાટીલ (ઉં.વ. 30)ને ગુરુવારે સાંજે ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ ઉપરાંત ગઢડા તાલુકાના ગોરડકા ગામે રહેતા અને જી.આર.ડી જવાન તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ કાથડભાઈ વાળા (ઉં.વ 48) રાત્રે નાઈટ ડયૂટી માટે ટાટમ ગામે ફરજ ઉપર થવા ઘરેથી રવાના નીકળ્યા હતા. ગોરડકા ગામના બસ સ્ટેન્ડે પહોંચતા ગંભીર હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા.