રાજુલામાં ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આગામી ૨૨ તારીખથી નગરપાલિકા દ્વારા ડીમોલિશન કરવામાં આવશે. આ ડીમોલીશનની કાર્યવાહી કરતા પહેલા પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી અને સ્વૈચ્છિક દબાણ હટાવી લેવા અપીલ કરી હતી.
કેબીન ધારકો, છાપરા ધારકો, રોડ ઉપર દબાણકારો સહિતને અગાવ નોટિસો આપી જાણ કરી દેવાય છે. રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ, ભેરાઇ રોડ, છતડીયા રોડ મહુવા રોડ મુખ્ય બજારો સહિત વિવિધ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ચીફ ઓફિસર પ્રાંત અધિકારી મામલતદાર સહિત ડીવાયએસપી સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણોપર બુલડોઝર ફેરવવામાં આવશે, ત્યારે ૨૨ તારીખ પહેલા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજુલા શહેરમાં ડી.વાય.એસ.પી.હરેશ વોરા દ્વારા મુખ્ય બજારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. શહેરમાં પોલીસે ડીમોલિશન પહેલા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કંટ્રોલમાં રહે તે માટે પોલીસ જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. અમરેલી શહેર, સાવરકુંડલા શહેર, ધારી શહેરમાં ડીમોલિશન કરાયા બાદ હવે રાજુલા શહેરમાં ૨૨ તારીખથી ડીમોલિશન કરવામાં આવશે. આજ ની આ કામગીરી માં ડી.વાય.એસ પી હરેશ વોરા સહિત પાંચ પી.આઇ સાત પી.એસ આઈ તેમજ ૨૦૦ જેટલા પોલીસ નો કાફલા સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું