રાજુલા જંકશન ખાતે ૧૦ કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનશે રાજુલા શહેર માટે આશીર્વાદરૂપ રેલવે સ્ટેશનની કામગીરી માટે ૧૦ કરોડ મંજુર થતા આનંદની લાગણી
બ૨બટાણા રાજુલા જંકશન રેલવે સ્ટેશન જવા માટે એસટી બસ તેમજ માર્ગ યોગ્ય કરવા માંગણી
આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સહિત ૫૩ જેટલા રેલ્વે સ્ટેશનના પુનઃ સ્થાપન માટે શિલાન્યાસ યોજવામાં આવ્યો હતો જેમાં રાજુલા જંકશન ખાતે નવું રેલવે સ્ટેશન બનાવવા માટે ૧૦ કરોડ રૂપિયા મંજૂર થતા આ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી
જાણવા મળતી વિગત મુજબ આજરોજ સાવરકુંડલા મુકામે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૫૦૮ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી. રાજુલા જંકશન માટે પણ ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ મંજૂરી મળતા આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે સ્વીકારી સંસદસભ્ય નારણભાઇ કાછડીયા તથા ગુજરાત સરકારના દંડક કૌશિકભાઈ વેકરિયાનો ધારાસભ્યએ આભાર માન્યો હતો.
આ તકે જ્યાં કાર્યક્રમનું યજમાનપદ હતું તે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અમરેલી જિલ્લાના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેરો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે હવે રાજુલા જંકશન માટે નવું રેલવે સ્ટેશન મંજૂર થયું છે ત્યારે ત્યાં આવતી ટ્રેનો માટે રાજુલા થી એસટી બસ મળી રહે આ આઠ કિલોમીટરના અંતર માટે યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે એસટી શરૂ થાય તે માટે અને રાજુલા થી રાજુલા જંકશન સુધીના દસ કિલોમીટરના માર્ગમાં નવો બનાવવામાં આવે તે માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ ગુજરાત સરકારમાં પત્ર પાઠવી રજૂઆત કરી છે