રાજુલા તાલુકાના ભેરાઇ ચોકડી નજીક નેશનલ હાઇવેની કામગીરી દરમિયાન મજૂર યુવક પર રોડ રોલર ફરી જતા કમકમાટી ભર્યુ મોત થયું….
નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાકટર ની ઘોર બેદરકારી સામે આવી છે….
ભાવનગર – સોમનાથ નવા બની રહેલા નેશનલ હાઇવે નિર્માણ ની શરૂ કામગીરી દરમિયાન રોડ રોલર નીચે કચડાઇ જતાં યુવકનું કમકમાટી ભર્યું મોત
નેશનલ હાઇવેની બેદરકારીને કારણે નિર્દોષ મજૂરનું મોત થયુ છે….
આ ધટના પગલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ લક્કડ સહિત પોલીસ કાફલો ધટના સ્થળે પહોચ્યો….
મૃતક યુવકને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડાયો….
સમગ્ર મામલે પીપાવાવ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે….