Monday, June 30, 2025

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

રાજુલા તાલુકાના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના કોવાયા ગામ ખાતેથી બે બોગસ ડોકટરને પકડી પાડતી મરીન પીપાવાવ પોલીસ

રાજુલા તાલુકાના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના કોવાયા ગામ ખાતેથી બે બોગસ ડોકટરને પકડી પાડતી મરીન પીપાવાવ પોલીસ

ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા સાવરકુંડલા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ આ બાબતે જરૂરી સચુના તથા માર્ગદર્શન આપેલ હોય જે સંબધે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના કોવાયા ગામે ત્હો. હરેરામ હરદેવભાઈ સાહની ઉ.વ.૫૫ ધંધો-ડોકટર, રહે.હાલ કોવાયા રામભાઈ વીરાભાઇ ના મકાનમાં તા.રાજુલા જી.અમરેલી મુળ-રહે.ચૌધરીપુર પો.સ્ટ. રામપુર જી.મવ.રાજય.ઉતરપ્રદેશ વાળાએ કોવાયા ગામે રાજુલા રોડ ઉપર આવેલ લાલાભાઇ અરજણભાઇ વાઘના ભાડાની દુકાનમાં તથા ત્હો. શિવમંગલ સ/ઓ ઇન્દ્રદેવ સીંઘ, ઉ.વ.૫૩, ધંધો-ડોકટર, રહે.કોવાયા, લાલાભાઈ અરજણભાઇ વાઘના ભાડાના મકાનમાં તા.રાજુલા જી.અમરેલી મુળ-સીંદુરીયા થાના-બારૂન તા.બારૂન જી.ઔરંગાબાદ (બિહાર) જે બંને નામ વગરનું ક્લિનીક પોતાની પાસે કોઇપણ સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી બંને પાસેથી મળી નંગ-૨૧ જેની કુલ કિ.રૂા.૨૦,૧૮૩.૧૩/-નો મુદ્દામાલ રાખી મેડિકલ પ્રેકિટસ કરી, પોતાના આ કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરી, મજકુરે ભારતીય ન્યાય સહીતા કલમ-૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૫ તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ-૧૯૬૭ ની કલમ ૨૯ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ-૧૫(૩) મુજબ ગુનો કરેલ જે અંગે ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ.

પકડાયેલ આરોપી

(૧) હરેરામ હરદેવભાઇ સાહની ઉવ.૫૫ ધંધો-ડોકટર, રહે.હાલ કોવાયા તા.રાજુલા જી.અમરેલી મુળ-રહે.ચૌધરીપુર પો.સ્ટ.રામપુર જી.મવ.રાજય.ઉતરપ્રદેશ

(૨) શિવમંગલ સનઓફ ઇન્દ્રદેવ સીંધ, ઉ.વ.૫૩, ધંધો-ડોકટર, રહે. કોવાયા, તા.રાજુલા જી.અમરેલી મુળ-સીંદુરીયા થાના-બારૂન તા.બારૂન જી.ઔરંગાબાદ (બિહાર)

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે.ના ઇંચા.પોલીસ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા અને અના. એ.એસ.આઈ. એચ.એલ.રાઠોડ તથા અના.એ.એસ.આઈ. બી.વી.ગૌસ્વામી તથા અના.હેડ.કોન્સ જી.બી.ઝીંઝાળા તથા અના પો.કોન્સ મગનભાઈ વિહાભાઈ તથા પ્રવિણભાઈ ભીમાભાઈ તથા આઇ.ટી.એક્સપર્ટ કેવલસિંહ અશોકસિંહ તથા ફાર્માસીસ્ટ જીતેન્દ્રભાઈ કાંતીલાલ વિગેરે દ્વારા કરવામાં આવેલ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles