રાજુલા તાલુકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનુ સુંદર આયોજન
અમરેલી જીલ્લા પંચાયત અને આરોગ્ય સમિતી જીલ્લા પંચાયત અમરેલીના સંયુકત ઉપક્રમે રાજુલા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગર અને ભેરાઈ તેમજ પ્રાથમિક શાળા ચાંચ અને કોટડી ખાતે જીલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સર્વ રોગ નિદાન કેમ્પ અને આધાર કાર્ડ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ.જેમા ૧૩૬૧ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો.સર્વરોગ નિદાન કેમ્પને જીલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓના હાથે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલો મુકવામાં આવતા રાજુલા તાલુકાના ૧૩૬૧ લાભાર્થીઓ દ્વારા કેમ્પનો લાભ લેવામાં આવેલ જેમા મફત સર્વરોગ નિદાન ચેકઅપ અને સારવાર,બિનચેપી રોગો જેવા કે બીપી,ડાયાબિટીસ અને કેન્સર સહિતના રોગોનુ સ્ક્રીનીંગ,આયુષમાન કાર્ડ,આભા કાર્ડ,આધાર કાર્ડ,સર્વેલન્સ અને કલોરીનેશન કામગીરી તેમજ આયુર્વેદિક દવાઓનુ વિતરણ સહિતની કામગીરી કરવામા આવેલ.વધુમાં વધુ લોકો કેમ્પનો લાભ લે તે માટે કેમ્પ અગાઉ માઈક પ્રચાર અને પત્રીકા વિતરણ તેમજ જીલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓને જાણ કરવા સહિતની કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નિલેશ કલસરીયા અને ટીડીઓ હિતેષ પરમાર સહિતની ટીમ દ્વારા કરવામા આવેલ.આયોજીત નિદાન કેમ્પને સફળ બનાવવા માટે ટીએચઓ ડૉ.એન.વી.કલસરીયા,ટીડીઓ હિતેષ પરમાર,મેડિકલ ઓફિસર ડૉ.ધિરજ ભુવા,ડૉ.પાલુ ભાદરકા,ડૉ.નમ્રતા બલદાણીયા,ડૉ.કિંજલ કાતરીયા,સુપરવાઈઝરશ્રીઓ,આરોગ્ય સ્ટાફ અને પંચાયત સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી જે યાદીમા જણાવેલ છે.