જન્મદિવસ ની અનોખી ઉજવણી કરતા રાજુલા ના ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ
રાજુલા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સાથે પ્રજાપતિ સમાજના પ્રમુખ એવા મનીષભાઈ વાળા નો જન્મદિવસ હોય ત્યારે પોતાનું જન્મદિવસની ઉજવણી આજે કંઈક અલગ પ્રકારે કરી તેમને રાજુલા મારુતિ ધામ ખાતે મિત્રો સાથે રહી અને આ વૃક્ષારોપણ કર્યું
રાજુલા ના વેપારીઓ અગ્રણીઓ મિત્રો સાથે રહી આ કાર્ય કરેલ ત્યારે આ કાર્યક્રમ માં વેપારી મિત્રો રાજકીય કાર્યકરો સહિતના અનેક લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા ત્યારે પોતાના જન્મદિવસ નિમિત્તે કોઈપણ જાતની ભેટ નહીં લેવી અને મારુતિ ધામમાં એક રૂમમાં એક પતરા નો શેડ બનાવવાની જરૂરત હોય ત્યારે આવેલા તમામ મિત્રો દ્વારા આ શેડ માટે ની રકમ એકત્રિત કરી આપવામાં આવશે અને આ શેડને કામગીરી આવતીકાલથી શરૂ કરવામાં આવશે ત્યારે આ એક સ્થાન રાજુલા શહેર નું મારુતિ ધામ કે જ્યાં લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે ત્યારે મનીષભાઈ વાળા દ્વારા આ જાહેરાત કરવામાં આવતા તેમના મિત્રો દ્વારા જન્મદિવસની શુભેચ્છા સાથે સાથે એક સારું કાર્ય તેમના તરફથી કરવામાં આવી રહ્યું હોય ત્યારે મિત્રો દ્વારા પણ તેમને એક ફરીથી વધારાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને સાથે સાથે મર્દ ગામના બાપુ ભાવેશ બાપુ દ્વારા તેમને આશીર્વાદ પણ આપવામાં આવ્યા