રાજુલા પોલીસ સ્ટેશનના અનાર્મ હેઙ.કોન્સ્ટેબલ બી.એમ.વાળાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે બઢતી અપાઇ
રાજુલા પોલીસ સ્ટેશનમાં બે વષૅથી અનાર્મ હેઙ.કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતભાઇ મુહાભાઇ વાળાને જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે બઢતી અપાતા રાજુલા પો.ઇન્સ શ્રી સી.એસ.કુગસીયા તેમજ રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા અભિનંદન પાઠવવામાં આવેલ તેમજ રાજુલા શહેરના વેપારીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો દ્રારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
રાજુલા પોલીસ સ્ટેશનમાં ટાઉન માં હેઙ.કોન્સ્ટેબલ તરીકે તેઓની નિષ્ઠાપુર્વકની ફરજ દરમ્યાન જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા ચાર વખત સન્માનિત કરવામાં આવેલ છે તેમજ પ્રજાસતાક પર્વ નિમિતે નાયબ કલેકટર સાહેબના હસ્તે પણ સન્માનિત થઇ ચુકેલ હોય ત્યારે રાજુલા શહેરના વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનિષભાઇ વાળા તેમજ બકુલભાઇ વોરા તેમજ વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ બિપીનભાઇ વેગડા તેમજ રાજુલા શહેરની વિવિધ સંસ્થાનાં આગેવાનો, પત્રકાર મિત્રો સહિતનાઓએ અભિનંદન પાઠવેલ છે ત્યારે સરકારશ્રી તરફથી વિવિધ કામગીરીઓ માટે એવોર્ડ તેમજ આ પ્રમોશન મળતા તેઓએ જણાવેલ કે ડિપાર્ટમેન્ટ તરફથી મને આ પ્રમોશન મળ્યું છે તે માટે હું સમગ્ર સ્ટાફનો આભારી છું