રાજુલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૬૦/૨૦૨૫ બી.એન.એસ.ક.૩૧૮(૪) તથા આઇ.ટી.એકટ ક.૬૬(ડી)

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા સાયબર ફ્રોડ સંબંધી અનડિટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા બનવા પામેલ સાયબર ફ્રોડ સંબંધી ગુન્હાઓમાં આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુન્હો ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ સાયબર ફ્રોડ સંબંધી ગુન્હા ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ શોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
( રાજુલા પો.સ્ટે. સાયબર ફ્રોડ લગત એ પાર્ટ ગુ.ર.નં.૦૬૦/૨૦૨૫ બી.એન.એસ.ક.૩૧૮(૪) આઇ.ટી.એકટ ક.૬૬(ડી) મુજબના વિગત
આ ગુન્હાની વિગત એવી છે કે, આ કામે ભોગબનનાર/ફરીયાદી જે પોતે પશુ ચિકીત્ચક હોય અને આજથી આશરે એક વર્ષ પહેલા તા.૨૩/૧૦/૨૦૨૪ ના રોજ ઇન્સ્ટાગ્રામમાં @mahalaxmi_fashion નામના એકાઉન્ટ પરથી ઓનલાઇન ચણીયાછોલી તથા અન્ય કપડાઓના વેચાણની જાહેરાત કરેલ હોય જેમા ઓર્ડર બુક કરાવતા આ કામના આરોપીઓ દ્રારા પેમેન્ટ માટે કયુ.આર. કોડ આપેલ અને ફરીયદીએ પેમેન્ટ કરી ઓર્ડર બુક કરાવેલ બાદ આ કામના આરોપીઓએ જણાવેલ કે તમારુ પેમેન્ટ ડીસ્પલે થયેલ નથી જેથી તમારે ફરીથી પેમેન્ટ કરવુ પડશે અને આ રકમ તમને પરત મળી જશે બાદ ફરીયાદીએ ફરીથી પેમેન્ટ કરેલ બાદ આ કામના આરોપીઓએ જણાવેલ કે હજુ સુધી તમારૂ પેમેન્ટ ડીસ્પ્લે થયેલ નથી જેથી તમો ફરીથી ડબલ પેમેન્ટ કરો તમારૂ બધુ પેમેન્ટ પરત મળી જશે એક કહી અલગ અલગ ટ્રાન્જેકશન કરાવી આ કામના ફરીયાદી પાસેથી કુલ રૂ.૯૯,૦૫૦/- ની રકમ પડાવી લઇ સાયબર ફ્રોડનો ગુન્હો આચરેલ
બાદ આ કામના ફરીયાદીને પોતતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતા ફરીયાદીએ સાયબર ફ્રોડ હેલ્પ લાઇન ૧૯૩૦ ઉપર તુરંત ફોન કરી ફરીયાદ કરેલ અને જેમા તેનો એક.નં.૩૧૧૧૦૨૪૦૧૬૮૧૧૦ મુજબથી અરજી થયેલ અને સદરહુ અરજી રાજુલા પોલીસ સ્ટેશન આવતા રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૫૦૦૬૦/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા કલમ ૩૧૮(૪) તથા આઇ.ટી.એકટ ક.૬૬(ડી) મુજબનો ગુન્હો રજી થયેલ
મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ સદરહુ ગુન્હાની ગંભીરતાથી લઇ અને સાયબર ફ્રોડ આચરનાર આરોપીઓને શોધી કાઢવા સુપરવિઝન કરેલ અને પો. ઇન્સ. શ્રી એ.ડી.ચાવડાનાઓએ સદરહુ સાયબર ફ્રોડના ગુન્હાના આરોપીને શોધી કાઢવા અને ગુન્હો ડીટેકટ કરવા સબબ એક ટીમની રચના કરેલ અને અલગ અલગ દિશામાં તપાસ કરવા સુચન કરેલ
( સાયબર ફ્રોડને અંજામ આપનાર આરોપીઓને શોધી કાઢવા કરેલ તપાસની વિગત
સદરહુ સાયબર ફ્રોડને અંજામ આપનાર આરોપીઓ ખુબ હોશીયાર હોય અને ઇન્સ્ટાગ્રામ પેજ મારફતે જાહેરાત કરી લોભામણી સ્કીમ આપી લોકો સાથે અલગ અલગ બેંકના ખાતાઓનો ઉપયોગ કરી પેમેન્ટ કરાવી છેતરપીંડી આચરતા હોય અને અલગ અલગ મોબાઇલ તથા અન્ય લોકોના નામના સીમકાર્ડનો ઉપયોગ કરી તથા પોતાના ખોટા નામ સરનામા આપેલ અને આરોપીઓ પોતાની કોઇ વ્યક્તિગત સાચી માહિતી છુપાવી અને ખોટી માહીતી આપી સાયબર ફ્રોડ કરેલ
- ઇન્સ્ટાગ્રામમાં @mahalaxmi_fashion એકાઉન્ટની વિગતો ચેક કરેલ અને ફરીયાદીએ ઉપયોગ કરેલ મોબાઇલ નંબરનુ ટેકનીકલ એનાલીસીસ કરેલ અને આ કામના આરોપીઓ કોઇ એક સીમ કાર્ડ અથવા કોઇ એક મોબાઇલનો થોડો સમય ઉપયોગ કરી અને મોબાઇલ તથા સીમ કાર્ડનો નાશ કરી નાખતા હોય
-ટેકનીકલ એનાલીસીસ કરતા આરોપીઓના અલગ અલગ ઇન્સટાગ્રામ એકાઉન્ટ મળેલ જેમા
(૧) @laxmi_collection001 (૨) @ekta_fashion (૩) @maharani__shop (૪) @ekta_collection01
-ઉપરોકત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટોની માહીતી તથા ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપીએ એક વર્ષ દરમ્યાન દશેક જેટલા મોબાઇલ નંબર બદલેલ જે તમામ નંબરોનુ એનાલીસીસ કરેલ અને એક વર્ષ દરમ્યાન આરોપીની મુવમેન્ટનુ એનાલીસીસ કરેલ જેના આધારે આરોપીઓનુ રાત્રી તથા દિવસ દરમ્યાનનુ ચોક્કસ એરીઆ નક્કી કરેલ અને વધુ ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપીઓના મુળ નામ સરનામા અને મોબાઇલ નંબર મેળવેલ
-સદરહુ ઉપરોકત તમામ મુદાઓના આધારે આરોપીની ચોક્કસ ઓળખ થયેલ અને રાજસ્થાનના જયપુર ખાતેથી રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા આરોપીઓને પકડવામા સફળતા મળેલ
( પકડાયેલ આરોપીની વિગત
(૧) સન્ની રાજુભાઇ સૈન ઉ.વ.૨૦ ધંધો.હેર કટીંગ રહે.જયપુર,ગોનેર રોડ,રાજસ્થાન
(૨) રવિન્દ્રસિંઘ જોગેન્દ્રસિંઘ ઉ.વ.૨૫ ધંધો.પ્રા.નોકરી(બેંકમાં) રહે.જયપુર,આગ્રા રોડ,રાજસ્થાન
( પકવાના બાકી રહેતા આરોપીઓની વિગત
(૧) પ્રિતમ બૈરવા રહે.જયપુર,લુનીયાવાસ રોડ,રાજસ્થાન મુળ.હરીયાણા
(૨) મોનુ સાખંલા રહે.જયપુર,લુનીયાવાસ રોડ,રાજસ્થાન
(૩) MAHADEVBOOK.COM તથા REDDYANNA નામની ગેમીંગ વેબ સાઇટના ધારકો
( આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓ.
-સદરહુ ગન્હાના મુખ્ય આરોપી સન્ની સૈન રહે. જયપુર વાળો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવી અને લોકોને ફોનમાં ચોળળીના ઓર્ડર બુક કરાવી અને પેમેન્ટ ડીસ્પલે ન થતુ હોય તવુ કહી વધારે ખોટા ટ્રાજેકરન કરાજી પૈસા લઇ અને કોઇ પણ પ્રકારનુ રીફન્ડ ન આપી છેતરપીંડી કરતો અને mahadevbook.com નામની ગેમીંગ સાઇટ પર રજીસ્ટ્રેશન કરી ત્યાથી એકાઉન્ટ મેળવી ભોગબનનારને ઉપરોકત બેંક એકાઉનટમાં પેમેન્ટ કરાવતો બાદ ગેમીંગ સાઇટ તમામ પ્રકારના ૪૦% રકમની ફરજયાત ગેમ રમવા જણાવતી અને બાકીની ૬૦% રકમ સન્ની સૈન આરોપી નં.૦૨ રવિન્દ્રસિંઘ રહે. જયપુર વાળો જે બેંકમાં નોકરી કરતો હોય તેના મારફતે જયપુરના લોકલ ખાતાધારકોના ખાતામાં ગેમીંગ સાઇડમા પૈસા નખાવી અને બંને આરોપીઓ રોકડમાં રૂપાંતર કરતા આવી રીતે સાયબર ફ્રોડ કરી ગુન્હાને અંજામ આપતા
સાયબર ફ્રોડમા ભોગબનનાર ની વિગત
અનુ નં.
સાયબર ફ્રોડમા ભોગબનનાર ની વિગત
ફ્રોડની રકમ.
સાયબર હેલ્પલાઇનમા કરેલ ફરીયાદના એક.નં. ની વિગત
૧
રાજુલા પો.સ્ટે ના ફરીયાદી સાથે
૯૯,૫૦૦/-
૩૧૧૧૦૨૪૦૧૬૮૧૧૦
૨
સુરત શહેરના એક યુવક સાથે
૩૦,૧૦૦/-
૩૧૧૧૦૨૪૦૧૬૩૨૧૪
૩
અમદાવાદ શહેરના વેજલપુરની એક મહિલા સાથે
૫૦,૦૦૦/-
૩૧૧૦૩૨૫૦૦૫૦૭૬૧
૪
અમરલી જી્લ્લાની લીલીયા તાલુકાની એક મહિલા સાથે.
૧૯૯૯/-
૩૧૧૦૯૨૪૦૧૫૦૨૩૮
૫
રાજકોટ શહેરની એક મહિલા સાથે
૨૭,૧૦૦/-
૩૧૧૦૪૨૪૦૦૫૬૩૦૭
૬
સુરત જીલ્લાના કીમ ગામની એક મહીલા સાથે
૯૦,૦૦૦/-
૩૧૧૦૭૨૪૦૧૦૪૮૦૦
૭
સુરત જી્લ્લાના અમરોલી જીલ્લાની એક મહિલા સાથે
૪૦,૦૦૦/-
૩૧૧૦૫૨૪૦૦૭૧૭૯૦
૮
જુનાગઢ જીલ્લાના ગોરખપુરની એક મહિલા સાથે
૯,૫૦૦/-
૩૧૧૦૭૨૪૦૧૧૦૦૮૪
૯
મોરબી જીલ્લાની એક મહિલા સાથે
૬૦,૦૦૦/-
૩૧૧૦૯૨૪૦૧૫૨૩૦૫
૧૦
અમદાવાદ જીલ્લાના ધંધુકાના ગ્રામ્ય વિસ્તારના એક યુવક સાથે
૬૫,૦૦૦/-
૩૧૯૧૦૨૪૦૧૫૦૭૦૦
૧૧
અમદાવાદના કૃષ્ણનગર ના એક મહિલા સાથે
૯૯,૦૦૦/-
૩૧૧૧૦૨૪૦૧૬૫૯૯૪
૧૨
અમદાવાદના ગોમતીપુર વિસ્તારની એક મહિલા સાથે
૬,૬૦૦/-
૩૧૧૦૮૨૪૦૧૩૨૪૬૭
૧૩
સુરતના ડભોલી વિસ્તારની એક મહિલા સાથે
૨૦,૦૦૦/-
ફરીયાદ કરેલ છે
૧૪
અમદાવાદના સાણંદની એક મહિલા સાથે
૫,૬૦૦/-
ફરીયાદ કરેલ છે
૧૫
સુરતના કતારગામની એક મહિલા સાથે
૫,૦૦૦/-
ફરીયાદ કરેલ છે
૧૬
ગાંધીનગરના કલોલની એક મહિલા સાથે
૧૦,૦૦૦/-
ફરીયાદ કરેલ છે
૧૭
બરોડાના માંજલપુર વિસ્તારની એક મહિલા સાથે
૫૦,૦૦૦/-
ફરીયાદ કરેલ છે
૧૮
જામનગરના ધોરાજી વિસ્તારની એક મહિલા સાથે
૨૧,૦૦૦/-
ફરીયાદ કરેલ છે
૧૯
મોરબી શહેરની એક મહિલા સાથે
૨૬,૦૦૦/-
ફરીયાદ કરેલ નથી
૨૦
સુરત જીલ્લાના કામરેજ વિસ્તારની અકે મહિલા સાથે
૩,૦૦૦/-
ફરીયાદ કરેલ નથી
૨૧
જામનગર જી્લ્લાના જામજોધપુરની એક મહિલા સાથે
૨૫,૦૦૦/-
ફરીયાદ કરેલ નથી
૨૨
અમદાવાદ શહેરની એક મહિલા સાથે
૧૧,૦૦૦/-
ફરીયાદ કરેલ નથી
૨૩
મહેસાણા જીલ્લાના ઉનાવા વિસ્તારની એક મહિલા સાથે
૧૦,૦૦૦/-
ફરીયાદ કરેલ નથી
૨૪
ભરૂચ જીલ્લાના નંદેલા વિસ્તારની એક મહીલા સાથે
૪,૦૦૦/-
ફરીયાદ કરેલ નથી
૨૫
જામનગર શહેરની એક મહિલા સાથે
૩,૮૦૦/-
ફરીયાદ કરેલ નથી
૨૬
રાજકોટ જીલ્લાની જેતપુર વિસ્તારની એક મહિલા સાથે
૨,૦૦૦/-
ફરીયાદ કરેલ નથી સુરત શહેરના એક યુવક સાથે
૧,૦૦૦/-
ફરીયાદ કરેલ નથી કુલ રકમ
૭,૭૬,૧૯૯/-
ઉપરોકત આરોપીઓએ મળી દોઢેક વર્ષમાં ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓ તથા શહેરોના કુલ રૂ.૭,૭૬,૧૯૯ /- નુ સાયબર ફ્રોડ કરેલની વિગત મળેલ આ સીવાય ઘણા બધા પણ અન્ય લોકો સાથે ફ્રોડ કરેલ અને ગુજરાત સીવાય અન્ય રાજયના લોકો સાથે પણ સાયબર ફ્રોડ આચરેલ જે આરોપીઓને શોધવામાં રાજુલા પોલીસ સ્ટેશનની ટીમને સફળતા મળેલ
( કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી)
મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગ તથા રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.ડી.ચાવડા સાહેબ તથા પો.સબ.ઇન્સશ્રી એમ.એફ.ચૌહાણ તથા સર્વેલન્સ ટીમના એ.આસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હે.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હે.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા હેઙ.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા વુ.એ.એસ.આઇ. રમીલાબેન જીલુભાઇ ધાપા તથા એ.એસ.આઇ હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા પો.કોન્સ ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા પો.કોન્સ પ્રૂથ્વિરાજસિંહ અશ્વીનભાઇ ચાવડા તથા હેડ કોન્સ.પરેશભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.
સુચના -ગુજરાત રાજય સરકારશ્રી તથા ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવારનેસ જાગૃતી સબબ ઘણાબધા કાર્યક્રમ યોજેલ અને લોકોને સાયબર ફ્રોડ તથા ફ્રોડ કોલથી સર્તક રહેવા સુચન આપેલ અને તમારી સાથે પણ સાયબર ફ્રોડ કરવાની કોશીશ કરે તો સાયબર ક્રાઇમ ફ્રોડ હેલ્પલાઇન ૧૯૩૦ નો સંપર્ક કરવો અથયા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને જાગ્રુત નગરીક બનો