રાજુલા પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિની બેઠક યોજાઇ આગામી સમયમાં મોહરમ-તાજીયાનો તહેવાર આવતો હોય જે તહેવાર સબબ રાજુલા પોલીસ સ્ટેશનનાં નવનિયુક્ત પી.આઇ શ્રી કુગસીયા સાહેબની અધ્યક્ષતામા સાંજના ૦૫/૦૦ વાગ્યે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ.
જેમાં રાજુલા શહેર ના તમામ અગ્રણી ઓ વેપારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ તમામ પત્રકાર મિત્રો હાજર રહેલા ત્યારે નવા નિમાયેલ પી.આઇ સાહેબ જણાવેલ કે તહેવાર શાંતિ રીતે ઉજવાય તે માટે સહુ નો સાથ સહકાર જોઈએ ત્યારે આ મિટિંગ માં આવેલ તમામ લોકો એ ખાતરી આપેલી કે રાજુલા શહેર માં હિન્દુ મુસ્લિમ માટે કોમી એકતા નું આ શહેર છે ત્યારે તમામ તહેવાર શાંતિ થી જ ઉજવાય છે અને ઉજવાશે