Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

રાજુલા પો.સ્ટે.ના હિંડોરણા ગામે લાઇટના અંજવાળે જાહેરમાં હારજીતનો જુગાર રમતા આઠ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૭,૪૦૦/-સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ

રાજુલા પો.સ્ટે.ના હિંડોરણા ગામે લાઇટના અંજવાળે જાહેરમાં હારજીતનો જુગાર રમતા આઠ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૭,૪૦૦/-સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ

 મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એેચ.બી.વોરા સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ  રાખી  તેમજ  સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતુ,
 જે  અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સી.એસ.કુગસિયા સાહેબ ની સુચના  અને  માર્ગદર્શન  નીચે રાજુલા પોલીસ દ્રારા રાજુલા પો.સ્ટેના હિંડોરણા ગામે ગૌશાળા વાળી શેરીમાં જાહેરમાં  લાઇટના અંજવાળે હારજીતનો  જુગાર રમતા આઠ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૭,૪૦૦/- ના  મુદામાલ  સાથે  પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

💫 પકડાયેલ આરોપીઓની વિગત-

(૧) કિશનભાઇ મધુભાઇ ચીખલીયા ઉ.વ.૫૦ ધંધો.મજુરી રહે.હિંડોરણા ગૌ-શાળા પાસે તા.રાજુલા જી.અમેરલી
(૨) લાલજીભાઇ મનજીભાઇ ચુડાસમા ઉ.વ.૪૫ ધંધો.વેપાર રહે.હિંડરોણા ગૌ-શાળા પાસે તા.રાજુલા જી.અમેરલી
(૩) રાહુલભાઇ મધુભાઇ સોલંકી ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે.જાપોદર તા.રાજુલા જી.અમરેલી
(૪) અશોકભાઇ નાથાભાઇ સોલંકી ઉ.વ.૪૦ ધંધો.મજુરી હાલ રહે.હિંડોરણા ક્રિષ્નાપાર્ક સોસાયટી
(૫) સુનીલભાઇ વિનુભાઇ સોલંકી ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.હિંડોરણા ગૌ-શાળા પાસે તા.રાજુલા
(૬) મનોજભાઇ ધીરૂભાઇ ચૌહાણ ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.રાજુલા તત્વ જ્યોતિ વિસ્તાર તા.રાજુલા
(૭) ભીમજીભાઇ આતુભાઇ પરમાર ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.હિંડોરણા ગૌ-શાળા પાસે તા.રાજુલા
(૮) રોહીતભાઇ ધીરૂભાઇ માળી ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે.રાજુલા તત્વજ્યોતિ જી.અમરેલી

💫 પકડાયેલ મુદામાલની વિગત-

(૧) રોકડા રૂ.૧૭,૪૦૦/-
(૨) ગંજીપતાના પાના નંગ-૫૨

💫 કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
રાજુલા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ. સી.એસ.કુગસિયા સાહેબ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા તથા સર્વેલન્સ સ્કોડના બી.એસ.ચોવટીયા તથા હિંડોરણા બીટ ઇન્ચાર્જ અનોપસિંહ સોલંકી તથા હેઙ.કોન્સ મુકેશભાઇ ગાજીપરા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ મહેતા તથા પો.કોન્સ રોહીતભાઇ પરમાર તથા પો.કોન્સ ભરતસિંહ ગોહિલ તથા પો.કોન્સ મિતેશભાઇ વાળા તથા પો.કોન્સ. પરેશભાઇ દાફડાનાઓ દ્રારા કરવામાં આવેલ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles