રાજુલા પો.સ્ટે.માં ના હિંડોરણા ગામે અકસ્માત કરી સાત ગાયોના મોત નિપજાવી તથા ત્રણ ગાયોને ઇજા પહોચાડી ટ્રક લઇ નાસી જનાર અનડિટેક્ટ ગુન્હાને ગણતરીની કલાકોમાં સી.સી.ટી.વી. કેમેરા આધારે ડિટેક્ટ કરતી રાજુલા પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા રોડ અકસ્માતના અનડિટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ રોડ અકસ્માતના ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
ગુનાની વિગત –
તા.૧૮/૦૭/૨૦૨૩ ના મોડી રાત્રીના હિંડોરણા ગામે આવેલ ભગવતી હોટલ પાસે કોઇ અજાણ્યા ટ્રક ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક બેફીકરાઇથી તથા ગફલતભરી રીતે પુર સ્પીડમાં ચલાવી રોડ ઉપર બેઠેલ ગાયો ઉપર ટ્રક ચડાવી દઇ સાત ગાયોના મોત નિપજાવી તથા ત્રણ ગાયોને ઇજા કરી ટ્રક ચાલક પોતાના હવાલા વાળો ટ્રક લઇ નાસી ગયેલ હોય જે અજાણ્યા ટ્રક ચલાક આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૩૦૨૭૦/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૨૭૯,૪૨૯ તથા એમ.વી.એક્ટ ૬.૧૩૪,૧૭૭,૧૮૪ મુજબનો ગુનો રજી. થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ એ.જી.સોલંકી અનાર્મ હેડ કોન્સ. રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા, જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી સી.એસ.કુગસીયા સાહેબ નાઓની રાહબરી હેઠળ રાજુલા પોલીસ ટીમ દ્વારા સી.સી.ટી.વી. કેમેરાની મદદથી અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી અકસ્માત કરી નાસી જનાર ટ્રક ચાલક આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી વણશોધાયેલ ગુનાને ડિટેક્ટ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
જસવંતભાઇ જોધાભાઇ મોરી ઉ.વ.૩૧ ધંધો.ડ્રાઇવીંગ રહે.ડોળાસા તા.કોડીનાર જી.ગીર સોમનાથ
આ કામગીરી રાજુલા પોલીસ ઇન્સપેકટર શ્રી સી.એસ.ફુગસીયા સાહેબ તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ
કોન્સ. ભીખુભાઇ ચોવટીયા તથા હરપાલસિંહ ગોહિલ તથા એ.એસ.આઇ. નવઘણભાઇ સીંધવ તથા હિંડોરણા બીટ હેડ કોન્સ અનોપસિંહ સોલંકી તથા પો.કોન્સ. રોહીતભાઇ પરમાર તથા પો.કોન્સ. મીતેષભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે