રાજુલા પો.સ્ટે.વિસ્તારમાંથી લાયસન્સ,ફાયર સેફટીના સાધનો વિના સ્ફોટક પદાર્થ ફટાકડાનુ વેચાણ કરી માનવજીંદગીને જોખમમાં મુકતા એક ઇસમને સ્ફોટક પદાર્થ ફટાકડા જેની કૂલ કી.રૂ.૨૦,૪૦૦/- ના જથ્થા સાથે પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ-ભાવનગર નાઓ દ્વારા તમામ જીલ્લાઓ ખાતે સ્ફોટક પદાર્થોનો વેચાણ,સંગ્રહ અને ઉત્પાદન માટે સંબધિત એકટની જોગવાઇઓનુ ફરજિયાત અમલીકરણ સંબધીત એકમો દ્વારા થઇ રહેલ છે કેમ,તે અંગે તપાસ કરી સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્વિત કરવા તેમજ લાઈસન્સ વગરના તથા સંબધિત જોગવાઇઓનુ ઉલ્લંઘન કરતા તમામ ઇસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે મ્હે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓ દ્વારા આ ઝુંબેશ બાબતે જિલ્લા ખાતે વધુમાં વધુ કામગીરી કરવા સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ પણ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતુ.
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.ડી.ચાવડા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શંન હેઠળ રાજુલા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ અલગ અલગ જગ્યા ખાતે આવેલ ફટાકડાનુ વેચાણ,સંગ્રહ કરતા સ્થળો ચેક કરતા હોય જે દરમ્યાન ખાનગીરાહે હકીકત જાણવા મળેલ હોય કે, રાજુલા હેઠલી બજારમાં “નીલેશ કંસારા’ નામની દુકાને વગર લાઈસન્સ ગે.કા.રીતે ફટાકડાનુ વેચાણ કરે છે જે અન્વયે સદરહુ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મજકૂર ઇસમને સ્ફોટક પદાર્થ ફટાકડાના જથ્થા સાથે ઝડપી પકડાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ. પકડાયેલ આરોપીની વિગત:-નિલેશભાઇ ચંદ્રકાન્તભાઇ સંઘવી ઉ.વ.૪૯ ધંધો.વેપાર રહે.રાજુલા,વોરા મસ્જીદ પાસે,હેઠલી બજાર તા.રાજુલા જી.અમરેલીકબ્જે કરેલ મુદામાલ:-મજકૂર પકડાયેલ ઇસમના કબ્જામાંથી વિવિધ પ્રકારના ફટાકડા જેની કી.રૂ.૨૦,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. (કામગીરી કરનાર અધિ.શ્રી તથા કર્મચારીઓ:-આ કામગીરી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી.એ.ડી.ચાવડા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો તથા ટાઉન બીટ ના માણસો દ્રારા કરવામાં આવેલ છે.